ચંડીગઢ : પંજાબના પઠાણકોટ એરબેઝ પર તહેનાત મહિલા સ્કવોડ્રન લીડર અર્શિતા જયસ્વાલનું 9 દિવસ બાદ મોત થઇ ચુક્યું છે. 17 જુલાઇએ તેમના પર એરફોર્સ મેસમાં કામ કરનારા એક સેવાદે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર બાદ તેમની સારવાર પંચકુલામાં સેનાની કમાન્ડ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
હુમલાના આરોપી પઠાણકોટ પોલીસે સીસીટીવીના આધારે 17 જુલાઇએ જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરીને પુછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબુલ કરી દીધો છે. આરોપીનું મખન સિંહ છે.
પોલીસના અનુસાર સોમવારે રાત્રે ચોરી કરવાના ઇરાદે તે ઓફીસરના ઘરમાં ઘુસ્યો હતો. ત્યારે તેઓ સુઇ રહ્યા હતા. જો કે તેઓ અવાજ સાંભળીને ઉઠી ગયા હતા. તેમણે આરોપીનો વિરોધ કર્યો તો તેણે જયસ્વાલ પર હુમલો કર્યો હતો. જેના કારણે જયસ્વાલના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
પઠાણકોટ વરિષ્ પોલીસ અધીક્ષક હરકમલપ્રીત સિંહ ખખે જણાવ્યું કે, આરોપીની ઓળખ માખન સિંહ તરીકે થઇ છે. જેની સીસીટીવી ફૂટેજની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે મહિલા અધિકારી ઘરે એકલા હતા. બાજુના ક્વાર્ટરમાં રહેતા અન્ય એક મહિલા અધિકારી અવાજ સાંભળીને પહોંચ્યા તો જયસ્વાલ ઘાયલ હાલતમાં હતા. જેથી તેણે મદદ માટે અન્ય લોકોને બોલાવ્યા અને તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. જ્યાંથી તેમને હરિયાણા ચંડીમંદિરમાં સેના કમાન્ડ હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT