ઓડિશા: ગુજરાત સહિત દેશના ઘણા શહેરોમાં રખડતા શ્વાનની સમસ્યાઓ વધી રહી છે. સુરતમાં જ્યાં રખડતા શ્વાનના બાળકો પર હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે ઓડિશામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, રખડતા શ્વાનના કરડવાથી ડરી ગયેલી એક મહિલાએ તેનું સ્કૂટર કાર સાથે અથડાવી દીધું. અહેવાલો અનુસાર, મહિલાએ ઓડિશાના બેરહામપુર શહેરમાં રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે તેનું સ્કૂટર અથડાવી દીધું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
17-સેકન્ડની વિડિયો ક્લિપમાં 5 જેટલા રખડતા શ્વાનનું ટોળું મહિલાના વાહનનો પીછો કરતા બતાવે છે. એવામાં પાછળ જોઈને વાહન ચલાવી રહેલી મહિલા ધ્યાન ન રહેતા ટુ-વ્હીલરને રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળ ઘુસાડી દે છે. આ ઘટનામાં મહિલા, તેની પાછળ બેઠેલી મહિલા અને તેના બાળકને ઘણી ઇજાઓ પહોંચી હતી.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર હવે યુઝર્સની પ્રતિક્રિયા સામે આવી રહી છે. યુઝર્સ કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છે કે ભગવાનની કૃપાથી તમામનો જીવ બચી ગયો. જંગલી પ્રાણીઓને પાલતુ બનાવશો તો આવું જ થશે.
ADVERTISEMENT