UP Crime News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલાએ તેના ભાઈ સાથે મળીને તેના પતિની પ્રેમિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી મૃતદેહને પુલ પરથી નીચે ફેંકીને ફરાર થઈ ગઈ હતી. હાલ આ કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પ્રણય-ત્રિકોણમાં અપરાધની આ કહાની ગાઝિયાબાદના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વાસ્તવમાં 21 વર્ષની યુવતી રાગિણીને બંટી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંટી રાગિણીનો બોસ હતો. બંને નોઈડામાં સાથે પ્રોપર્ટીનું કામ કરતા હતા. બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. યુવકની પત્ની તેમના પ્રેમસંબંધને કારણે ખૂબ જ પરેશાન રહેતી હતી. પરંતુ પતિ તેની હરકતોથી સુધરતો ન હતો.
પત્નીએ ભાઈ સાથે મળીને રચ્યું ષડયંત્ર
પત્ની રાખીની સમજાવટ પછી પણ બંટીએ તેની ગર્લફ્રેન્ડ રાગિણીને મળવાનું બંધ ન કર્યું. બંને વચ્ચેના આ મેળાપને કારણે રાખી અને બંટી વચ્ચે અણબનાવ પણ શરૂ થયો હતો. આ દરમિયાન રાખીએ તેના ભાઈ અમિતને સમગ્ર મામલાની જાણ કરી હતી. આ પછી લોહીયાળ ખેલ સર્જાયો હતો. રાખીએ તેના ભાઈ અમિત સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
બ્રિજ પરથી લાશ ફેંકી
આ પછી અમિતે રાગિણીને તેની બહેન રાખીને મળવા તેના ઘરેથી બોલાવી હતી. ત્યારબાદ તેના સાથીઓએ તેને હથિયારના જોરે કારમાં બેસાડી સુરાણા ગામની હિંડોન નદીના કિનારે લઈ ગયા હતા. ત્યાં રાગિનીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને પુલ ઉપરથી નીચે ફેંકી દેતા તમામ લોકો ભાગી ગયા હતા.
3 ઓગસ્ટના રોજ પોલીસને એક લાશ મળી આવી હતી
આ મામલામાં ડીસીપી ગ્રામીણ વિવેક ચંદ્ર યાદવે જણાવ્યું કે, 3 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન મુરાદનગર વિસ્તારમાં યુવતીની લાશ મળી આવ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. યુવતીની ઓળખ રાગિની તરીકે થઈ છે, જે નોઈડાની રહેવાસી છે. આ ઘટનામાં પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. જેમાં અમિત 2 ઓગસ્ટની રાત્રે મૃતકને લેવા તેની કારમાં તેના ઘરે ગયો હતો.
5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
કેસની તપાસ બાદ પોલીસે આ સમગ્ર મામલે 5 લોકોની ધરપકડ કરી છે. આમાં કાવતરું ઘડનાર મહિલા રાખી, તેનો ભાઈ અમિત, તેના બે મિત્રો કરણ, અંકુર અને તેનો પતિ બંટી પણ સામેલ છે. હાલમાં બે લોકો ફરાર હોવાનું કહેવાય છે, જેમણે પકડાયેલા આરોપીઓને હથિયાર પૂરા પાડ્યા હતા. પોલીસે આ કેસમાં હત્યાની આરોપી પત્ની રાખીના પતિ બંટીની પણ ધરપકડ કરી છે, કારણ કે બંટીને આ ઘટનાની જાણ રાગિનીની હત્યા બાદ થઈ હતી. પરંતુ, તેણે તેની પત્નીને બચાવવા અને પુરાવાનો નાશ કરવાનું કામ કર્યું.
ADVERTISEMENT