પુના: બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહે રવિવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું, જ્યાં એક મહિલા ચાહકે તેનો હાથ ખેંચી લીધો હતો, જેના કારણે તેને ઈજા થઈ હતી. અહેવાલ મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે તે પ્રેક્ષકો સાથે વાતચીત કરી રહ્યો હતો, જે બાદ કોન્સર્ટ અટકાવી દેવામાં આવ્યો હતો. ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અરીજીત ધીરજપૂર્વક ફેન્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે. જ્યારે ફેન્સે આવું કર્યું ત્યારપછી અરિજીત સિંહે તેને સ્ટેજ પર જ સમજાવવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
સિંગરે મહિલા ફેનને શાંતિથી સમજાવી
વીડિયોમાં અરિજીત સિંહ કહેતો જોવા મળે છે કે, ‘તમે મને ખેંચી રહ્યા હતા. મહેરબાની કરીને સ્ટેજ પર આવો. સાંભળો, હું સ્ટ્રગલ કરી રહ્યો છું, ઠીક છે? તમારે આ સમજવું પડશે.’ ફેન્સના જવાબ પછી તેણે કહ્યું, ‘તમે અહીં મજા કરવા આવ્યા છો, કોઈ વાંધો નથી. પરંતુ જો હું પરફોર્મ ન કરી શકું, તો તમે મજા નહીં માણી શકો, આ આટલી સરળ વાત છે. તમે મને આ રીતે ખેંચી રહ્યા છો, હવે મારા હાથ ધ્રુજી રહ્યા છે. શું હું જતો રહું?’
વીડિયો જોયા બાદ ફેન્સ બેચેન થઈ ગયા
આ ઘટનાના વિડિયોઝ સામે આવતાં, ઘણા લોકો ચાહકની ટીકા કરવા કૂદી પડ્યા. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, આવા લોકોની કદર પણ ન કરવી જોઈએ. બીજાએ લખ્યું, ‘તમે પોતાનો મિજાજ ગુમાવ્યો નથી, અને હજુ પણ શાંતિ સમજાવી રહ્યા છો.’ તો કોઈએ કહ્યું, ‘એક કલાકાર તેના પૂરા જુસ્સા અને હૃદયથી 4 કલાક દરેક ચાહક માટે નોન-સ્ટોપ પરફોર્મ કરે છે, કૃપા કરીને તેનો આનંદ લો પણ નમ્ર બનો. આ ખરેખર દિલ તોડી નાખનારું છે.
ADVERTISEMENT