નવી દિલ્હી : મહિલાની મદદ માટે બુમો પાડતી રહી પરંતુ ત્રણ દિવસ સુધી કોઇ મદદે ન આવ્યું. આખરે તડપી તપડીને લિફ્ટની અંદર જ થયું મહિલાનું મોત. મળતી માહિતી અનુસાર વિજળી કપાવાને કારણે લિફ્ટ 9માં માળે જામ થઇ ગઇ હતી.
ADVERTISEMENT
લિફ્ટમાં ફસાઇ જવાના કારણે એક મહિલાનું ખુબ જ આઘાતજનક રીતે મોત નિપજ્યું છે. તે મદદ માટે અપીલ કરતી રહી, બુમો પાડતી રહી પરંતુ ત્રણ દિવસ સુધી કોઇનું ધ્યાન તેના પર નહોતું ગયું. આખરે તેણે તડપી તડપીને લિફ્ટની અંદર જ અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી અનુસાર વિજળી જતી રહેવાના કારણે લિફ્ટ 9માં માળે જામ થઇ ગઇ હતી. આ દરમિયાન મહિલા તેમાં લોકો થઇ ગઇ હતી. મામલો ઉજ્બેકિસ્તાનના તાશકંદનો છે.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર ત્રણ બાળકોની માં 32 વર્ષની ઓલ્ગા લિયોન્ટીવા ડિલીવરી ડ્રાઇવરનું કામ કરતી હતી. ગત્ત અઠવાડીયે તે સામાન ડિલીવરી કરવા માટે એક બિલ્ડિંગમાં ગઇ હતી. તેને ખબર નહોતી કે બિલ્ડિંગની લિફ્ટ ખરાબ છે. ઓલ્ગા લિફ્ટમાં બેઠી તે સાથે જ લિફ્ટ જામ થઇ ગઇ હતી. વિજળી પણ આ સમય દરમિયાન જતી રહી હતી.
વિજળી જતા જ 9 માં માળે લિફ્ટનો દરવાજો લોક થઇ ગયો હતો અને ઓલ્ગા તેમાં ફસાઇ ગઇ હતી. તે ત્રણ દિવસ સુધી તેમાં ફસાયેલી રહી. તેમણે મદદ માટે ખુબ બુમાબુમ કરી હતી જો કે કોઇ પણ તેનો અવાજ કોઇ સાંભળી શક્યું નહોતું. અંતમા લિફ્ટની અંદર જ ઓલ્ગાનું તડપી તડપીને મોત થયું હતું.
બીજી તરફ ઓલ્ગા ઘરે ન પહોંચતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને તેના સીસીટીવી ફુટેજની મદદથી બિલ્ડિંગ સુધી પહોંચી ગઇ હતી. જ્યાં ઓલ્ગા છેલ્લી વાર સામાન ડિલીવરી કરવા પહોંચી હતી. અહીં શોધખોળ કરતા ઓલ્ગા લિફ્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.
તપાસ અધિકારીના અનુસાર વિજળી કપાઇ જવાના કારણે લિફ્ટની એલાર્મ સિસ્ટમ પણ બંધ થઇ ગઇ હતી. 9 મા માળે કોઇએ ઓલ્ગાની બુમો પાડવાનો અવાજ સાંભળ્યો નહોતો. આખરે શ્વાસ રુંધાતા તેનું મોત નિપજ્યું હતું. હાલ બિલ્ડિંગ ઓથોરિટીની વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટમાં ઘણા દિવસોથી ટેક્નીકલ ખાી હતી. જો કે તેને રિપેર કરાવવામાં આવી નહોતી. જે બેદરકારીનાં કારણે ઓલ્ગાનું મોત થયું હતું. હાલ પોલીસે બિલ્ડિંગ ઓથોરિટી સામે પણ કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT