નવી દિલ્હી: એક પતિ, 18 બોયફ્રેન્ડ અને 2 કરોડથી વધુની છેતરપિંડી… આ એક પરિણીત મહિલાની વાત છે, જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. વ્યવસાયે મોડલ આ મહિલાએ લક્ઝરી લાઈફ જીવવા માટે 20 જેટલા પુરુષો સાથે છેતરપિંડી કરી હતી. જોકે હવે તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. પોલીસે તેના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ મામલો ચીનનો છે.
ADVERTISEMENT
29 વર્ષની મહિલાએ કેટલાય પુરુષોને છેતરી નાખ્યા
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, શાંઘાઈ પોલીસે તાજેતરમાં 29 વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે. તે પુરૂષો સાથે પ્રેમ સંબંધો બાંધતી, પછી તેમની પાસેથી પૈસા પડાવી લેતી અને છૂમંતર થઈ જતી હતી. મહિલાએ 2017 થી એક ડઝનથી વધુ પુરુષોને પોતાની જાળમાં ફસાવ્યા છે.
પ્રેમ જાળમાં ફસાવવા લગ્નનું પણ વચન આપતી
કહેવાઈ રહ્યું છે કે મહિલા એક સમયે 18 પુરુષોને ડેટ કરી રહી હતી. કેટલાકને તેણે લગ્નનું વચન પણ આપ્યું હતું. તે પુરુષોને પોતાની પ્રેમ જાળમાં ફસાવવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવતી હતી. જ્યારે લોકો તેના ચુંગાલમાં ફસાઈ જતા ત્યારે તે પૈસાની માંગણી કરતી હતી. ઘણા લોકોએ તેને લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે કેટલાકે તેને લોન લઈને પૈસા પણ આપ્યા હતા. મહિલાએ કુલ રૂ. 2 કરોડ 38 લાખની ઉચાપત કરી હતી.
ક્યારેક પિતાના કેન્સરના નામે તો ક્યારેક ભાઈના લગ્નના નામે છેતરપિંડી
ઠગાઈ કરનાર યુવતી ક્યારેક પિતાના કેન્સરની સારવારના નામે તો ક્યારેક ભાઈના લગ્નના નામે પૈસા પડાવતી હતી. તેણે પોતાના માટે ફ્લેટ ખરીદવા અને અલગ-અલગ બીલ ભરવા માટે પણ પુરૂષ મિત્રો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા.
મહિલાએ કેવી રીતે ફેલાવી છેતરપિંડીની જાળ?
વુ નામની મહિલાએ 2014માં ઝેંગ નામની વ્યક્તિ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર છે. પરંતુ તેણે આ વાત તેના કોઈ પુરુષ મિત્રને કહી ન હતી. પરંતુ કેટલાક લોકોને તેના પર શંકા હતી. તેમણે વુ પાસેથી પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. આને દૂર કરવા માટે વુએ નવા માણસોને જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. તેણે નવા લોકો પાસેથી પૈસા લઈને જૂનાને આપવાનું શરૂ કર્યું. આ રીતે તેની છેતરપિંડીઓની યાદી લાંબી થતી રહી. હાલમાં શાંઘાઈ પોલીસે વુની તેના ઘરેથી ધરપકડ કરી છે. શરૂઆતમાં તેણે પોતાને અપરિણીત ગણાવી હતી. પરંતુ કડક પુછપરછમાં તેણે પોતાનો ગુનો કબુલ્યો હતો. હાલ તેની સામે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં કોર્ટ તેને સજા સંભળાવશે.
ADVERTISEMENT