MI vs CSK IPL 2023: વાનખેડેમાં અજિંક્ય રહાણેની આંધી, CSKએ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું

મુંબઈ: IPL 2023ની 12મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાત વિકેટે જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નાઈને જીતવા માટે 158…

gujarattak
follow google news

મુંબઈ: IPL 2023ની 12મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાત વિકેટે જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નાઈને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે આરામથી હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈની જીતનો હીરો રહ્યો અજિંક્ય રહાણે જેણે 27 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. દરમિયાન તેણે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે આ સીઝનની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. ત્રણ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ બીજી જીત છે, જ્યારે મુંબઈ સતત બીજી મેચ હારી ગયું છે.

સારી શરૂઆત બાદ મુંબઈનો ધબડકો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને ચાર ઓવરમાં 38 રનની ભાગીદારી કરી હતી. તુષાર દેશપાંડેએ રોહિતને શાનદાર બોલ પર બોલ્ડ કરીને પ્રથમ સફળતા મેળવી હતી. રોહિતે 13 બોલમાં 21 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 64 રનના સ્કોર પર મુંબઈને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઈશાન કિશન પ્રિટોરિયસના હાથે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો. ઈશાને પાંચ ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા.

આ પછી મુંબઈની વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ અને તેણે સતત વિકેટ ગુમાવી, જેના કારણે તેનો સ્કોર સાત વિકેટે 113 રન થઈ ગયો. જાડેજાએ કેમરૂન ગ્રીન (12) અને તિલક વર્મા (22)ને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સાથે જ મિશેલ સેન્ટનરે સૂર્ય કુમાર યાદવ (1) અને અરશદ ખાનની વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર સિસાંડા મગાલાએ અરશદ ખાન (5)ને આઉટ કરીને તેની પ્રથમ IPL વિકેટ લીધી હતી.

મેચમાં જાડેજાએ 3 વિકેટ લીધી
17મી ઓવરમાં ટિમ ડેવિડે તુષાર દેશપાંડેના ત્રણ બોલમાં 16 રન ફટકાર્યા હતા, પરંતુ તે જ ઓવરમાં તેણે બીજો મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ડેવિડે 22 બોલનો સામનો કર્યો અને 31 રન બનાવ્યા, જેમાં બે સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. આ પછી રિતિક શૌકીને મુંબઈને 150 રનથી આગળ લઈ જવામાં ઉપયોગી યોગદાન આપ્યું હતું. શૌકીને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 18 રન બનાવ્યા હતા. CSK તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ, જ્યારે મિશેલ સેન્ટનર અને તુષાર દેશપાંડેને બે-બે સફળતા મળી.

 

    follow whatsapp