રશિયા અને સઉદી અરબની આ જુગલબંધીથી સમગ્ર વિશ્વ પરેશાન, પેટ્રોલના ભાવ ભડકે બળશે

નવી દિલ્હી : ઓઇલ માર્કેટના બે મોટા દિગ્ગજ રશિયા અને સાઉદી અરબના એક નિર્ણયના કારણે ગત્ત ત્રણ મહિનામાં ક્રુડ ઓઇલની કિંમતમાં લગભગ 30 ટકાનો વધારો…

Petrol Price hike

Petrol Price hike

follow google news

નવી દિલ્હી : ઓઇલ માર્કેટના બે મોટા દિગ્ગજ રશિયા અને સાઉદી અરબના એક નિર્ણયના કારણે ગત્ત ત્રણ મહિનામાં ક્રુડ ઓઇલની કિંમતમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ક્રુડ ઓઇલની કિંમતમાં આવો જ વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ વધશે. જેના કારણે વૈશ્વિક કેન્દ્રીય બેંકોમાં ફરીથી વ્યાજ દરો વધારવા માટે મજબુર થવું પડશે.

તેલ ઉત્પાદક દેશોના સમુહ ઓપેક પ્લસના સભ્ય અને ઓઇલ માર્કેટના બે મોટા દિગ્ગજ સઉદી અરબ અને રશિયાની જુગલબંધીએ વિશ્વના તેલ બજારમાં ધમાસાણ મચાવી દીધું છે. ક્રુડની કિંમત વધારવા માટે બંન્ને દેશોએ જુલાઇ 2023 માં તેલ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. જેની અસર ઓઇલ માર્કેટમાં જોવા લાગી છે.

ઉત્પાદન ઘટાડીને કરોડોની કમાણી કરવાનો કારસો

અમેરિકી વેબસાઇટ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર સઉદી અરબ અને રશિયાએ ઓછા તેલ છતા ગત્ત થોડા મહિનાઓમાં તેલના ટેક્સ અબજો ડોલરની વધારાની કમાણી કરી છે. કારણ કે તેલ ઉત્પાદનમાં ઘટાડા બાદ કાચા તેલની કિંમતમાં ઘણો વધારો થયો છે. હાલમાં બ્રેંટ ક્રુડની કિંમત ઝડપથી 100 ડોલર તરફ વધી રહી છે.

2.8 અબજ ડોલરની વધારાની કમાણી કરી

રિપોર્ટ અનુસાર એપ્રીલથી જુન મહિના વચ્ચે અવધિની તુલનામાં રશિયાએ આ ત્રિમાસીક તેલ નિકાસથી 2.8 અબજ ડોલરની અતિરિક્ત કમાણી કરી છે. બીજી તરફ સઉદી અરબે આ અવધિ દરમિયાન 2.6 અબજ ડોલરની વધારાની કમાણી કરી છે. એટલે કે બંન્ને દેશોએ પ્રતિદિવસ લગભગ 3 કરોડ ડોલરની વધારાની કમાણી કરી છે.

કાચા તેલની કિંમતમાં અસહ્ય વધારો

સઉદી અરબ અને રશિયની જુગલબંધીએ તેલ બજારને કઇ રીતે પ્રભાવિત કરી છે, તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય છે કે, બંન્ને દેશોએ જુલાઇ 2023 માં જ્યારે તેલ ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી હતી, તે સમયે કાચા તેલની કિંમત લગભગ 76 ડોલર પ્રતિ બેરલ હતું. જ્યારે તે કાચા તેલની કિંમત આજે લગભગ 93 ડોલર પ્રતિ બેરલ છે.

પેટ્રોલ ઉત્પાદન ઘટાડવાની જાહેરાત

તેલની કિંમત વધારવા માટે તેલ ઉત્પાદક દેશોના સમુહ ઓપેક પ્લસના સભ્ય દેશોએ ગત્ત વર્ષે ઓક્ટોબરમાં પણ પ્રતિદિવસ 20 લાખ બેરલ ઘટાડીને ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. જો કે જુલાઇ 2023 માં સઉદી અરબ અને રશિયાએ એકવાર ફરીથી તેલ ઉત્પાદન ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘોષણા રીતે સઉદી અરબે તેલ ઉત્પાદનમાં 10 લાખ બૈરલ પ્રતિદિવસ તો રશિયાએ પાંચ લાખ બૈરલ પ્રતિદિવસનો ઘટાડો કર્યો છે.

ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો કરવાની સંભાવના

બીજી તરફ નિષ્ણાંતોનું માનવું છે કે, તેલ બજારમાં તેલની ઓછી ઉપલબ્ધતા અને સતત ઓછી આપૂર્તિના કારણે ક્રુડ તેલની કિંમત ઝડપથી 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી છે. તેલ બજારથી સઉદી અરબ અને રશિયાની થનારી વધારાની કમાણી બંન્ને દેશો માટે વરદાનની જેમ છે. આ અતિરિક્ત ટેક્ષથી સાઉદી અરબને જ્યાં પોતાની મહત્વકાંક્ષી યોજનાઓને પુર્ણ કરવામાં તો રશિયાને યુક્રેન યુદ્ધથી ઉભરવામાં મદદ મળશે.

    follow whatsapp