શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્ર વાળી? ભાજપ-JDS દ્વારા આપવામાં આવ્યો મોટો સંકેત

મુંબઇ : મહારાષ્ટ્રમાં એનસીપી પર કબ્જા અંગે શરદ પવાર અને તેમના ભત્રિજા અજિત પવારની લડાઇ ચાલી રહી છે. બીજી તરફ કર્ણાટકમાં પણ રાજકીય ઉથલ પાથલની…

Karnataka case

Karnataka case

follow google news

મુંબઇ : મહારાષ્ટ્રમાં એનસીપી પર કબ્જા અંગે શરદ પવાર અને તેમના ભત્રિજા અજિત પવારની લડાઇ ચાલી રહી છે. બીજી તરફ કર્ણાટકમાં પણ રાજકીય ઉથલ પાથલની શક્યતાઓ છે. પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ દાવો કર્યો કે, એક મહિનાની અંદર મહારાષ્ટ્રની જેમ જ કર્ણાટકમાં પણ મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ પણ કહ્યું કે, કર્ણાટકમાં ગમે તે ઘડીએ ગમે તે થઇ શકે છે. તેમાં હવે વધારે સમય બાકી નથી.

કુમાર સ્વામી અને યેદિયુરપ્પાના આ નિવેદને રાજકીય ગલિયારામાં ખલબલી મચી ગઇ છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું સાચે જ કર્ણાટકમાં સરકાર પડી ભાંગશે? જો હા તો એવું કઇ રીતે શક્ય છે અને તેનો કોને ફાયદો થશે?

વાંચો તે ચાર નિવેદન જેના કારણે રાજકીય ગરમી આવી
નિવેદન-1 : પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ સોમવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચોંકાવનારા ઘટનાક્રમ બાદ મને આશંકા છે કે, કર્ણાટકમાં અજિત પવાર તરીકે કોણ ઉભરશે? તેમણે કહ્યું કે, તેમાં વધારે સમય નહી લાગે. આખા વર્ષની અંદર જ કોંગ્રેસની સરકાર પડી ભાંગશે. હું એ નહી કહું કે અહીંના અજિત પવાર કોણ હશે… પરંતુ આ ટુંક જ સમયમાં થશે.

નિવેદન-2 : પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાએ મંગળવારે કહ્યું કે, એચડી કુમાર સ્વામી જે કાંઇ પણ કહી રહ્યા છે તે એકદમ સાચુ છે અને તેમના નિવેદનનું સમર્થન કરવા માંગું છું. ભવિષ્યમાં કુમારસ્વામી અને અમે સાથે મળીને લડીશું.

નિવેદન -3 : યેદિયુરપ્પાના નિવેદન અંગે કુમાર સ્વામીએ ફરીથી પ્રતિક્રિયા આપી. કુમાર સ્વામીએ મીડિયાને કહ્યું કે, હું ખાસ રીતે કોઇનું નામ નથી લેવા માંગતો. કંઇ પણ થઇ શકે છે. તેમાં વધારે સમય નહી લાગે. શક્ય છે કે, આ વર્ષના અંતમા અથવા લોકસભા ચૂંટણી બાદ ઉથલપાથલ થઇ શકે છે. બસ રાહ જોવી પડશે.

નિવેદન 4 : ભાજપ અને જેડીએસ ગઠબંધનની અટકળોને જન્મ આપનારા નિવેદનના થોડા સમય બાદ યેદિયુરપ્પાએ મીડિયામાં એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસના ભ્રષ્ટ સરકારની વિરુદ્ધ હું એચડી કુમાર સ્વામીની સાથે મળીને લડવા માટે તૈયાર છું. આ અંગે માત્ર અમારા કેન્દ્રીય નેતૃત્વને અનુમતી આપવાની છે.

શું જેડીએસ અને ભાજપને મળવાથી કોંગ્રેસની સરકાર પડી ભાંગશે
224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 નો છે. આ સમયે ભાજપના 66 અને જેડીએસના 19 ધારાસભ્યો છે. બંન્ને મળીને કુલ 85 ના આંકડા સુધી પહોંચશે. આ આંકડો 113 કરતા ઘણો ઓછો છે. એવામાં ભાજપ અને જેડીએસનું ગઠબંધન થવા કોંગ્રેસ સરકારને કોઇ ખતરો નથી.

તો પછી સરકાર પડવાની કેમ વાતો થઇ રહી છે?
કુમાર સ્વામી અને યેદિયુરપ્પા બંન્ને મહારાષ્ટ્રમાં એનસીપીની જેમ કર્ણાટકમાં કોંગ્રેસમાં બળવાનો દાવો કરી રહ્યા છે. જો એવું કંઇ પણ થાય છે તો રાજકીય ઉલટફેર શક્ય છે. જો કે સંખ્યાદળની દ્રષ્ટીએ મહારાષ્ટ્રની તુલનાએ આકરું હશે. કર્ણાટકમાં કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો છે. એક અપક્ષ ધારાસભ્યએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. અહીં સરકાર બનાવવા માટે કોઇ પણ પાર્ટી પાસે 113 ધારાસભ્યોનું સમર્થન હોવું જોઇએ. કોંગ્રેસની પાસે હાલ બહુમતીના આંકડાથી 23 સીટો વધારે છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારનો બિખરાવ શિવસેનાની સાથે થયું. તેવું જ ટુટની સાથે ઓછામાં ઓછા 90 ધારાસભ્યોને બળવાખોર જુથમાં આવવાનું હશે. ત્યારે બળવાખોર જુથના ધારાસભ્યો દળ-બદલ કાયદામાંથી બચી જશે.

જે એચડી કુમાર સ્વામી સાથે થયું તેવું પણ થઇ શકે છે.
2018 માં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બની હતી. કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. એખ વર્ષ બાદ જ કોંગ્રેસ અને જેડીએસના અનેક ધારાસભ્યોએ બળવો કરી દીધો. બળવાખોર ધારાસભ્યોના રાજીનામાને કારણે કુમાર સ્વામી અલ્પમતમાં આવી ગઇ હતી. ત્યાર બાદ કુમારસ્વામીને રાજીનામું આપવું પડ્યું. રાજ્યમાં ભાજપની સરકાર બની. બળવાખોરોએ ત્યાર બાદ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને મોટાભાગના લોકોને જીત મળી. સાથે જ રાજ્યમાં ભાજપની સરકાર યથાવત્ત રહી. આ વખતે એવું થવા માટે બહુમતીના આંકડાને ઓછામાં ઓછા 89 સુધી પહોંચવું પડશે. કારણ કે કોંગ્રેસ ઉપરાંત અન્ય તમામ દળોના ધારાસભ્યોની સંખ્યા 89 છે. એવું ત્યારે જ શક્ય છે જ્યારે કોંગ્રેસના ઓછામાં ઓછા 58 ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપે.

    follow whatsapp