- ભોપાલથી ચોંકાવનારો બનાવ આવ્યો સામે
- પત્નીને ગોવાને બદલે અયોધ્યા લઈ ગયો પતિ
- મહિલાએ ફેમિલી કોર્ટમાં કરી દીધી અરજી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. કારણ કે પત્નીને ગોવા લઈ જવાનો વાયદો આપીને પતિ તેને અયોધ્યા લઈ ગયો. જેના કારણે મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી. હાલ પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઓગસ્ટમાં થયા હતા બંનેના લગ્ન
આ મામલો ભોપાલના પીપલાની વિસ્તારનો છે. રિલેશનશિપ કાઉન્સેલર શૈલ અવસ્થીના જણાવ્યા અનુસાર, બંનેના ગયા વર્ષે ઓગસ્ટમાં લગ્ન થયા હતા. પતિ આઈટી એન્જિનિયર છે અને પગાર પણ ઘણો સારો છે. લગ્ન બાદ જ્યારે પતિ-પત્નીની વચ્ચે હનીમૂન પર જવાની વાત થઈ રહી હતી, ત્યારે પત્નીએ કોઈ વિદેશી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર જવાની વાત કરી હતી. પરંતુ પતિએ વૃદ્ધ માતા-પિતાનો હવાલો આપીને ભારતમાં જ કોઈ પર્યટન સ્થળે જવાનું કહ્યું હતું. જે બાદ બંને ગોવા જવા માટે સંમત થયા હતા.
પત્નીએ લગાવ્યા આ આરોપ
પત્નીનો આરોપ છે કે જ્યારે ફરવા જવાનું હતું તેના એક દિવસ પહેલા જ પતિએ કહ્યું કે આપણે ધાર્મિક સ્થળો અયોધ્યા અને બનારસ જઈ રહ્યા છે, કારણ કે મમ્મીને દર્શન કરવા માટે જવું છે. પત્ની પતિ અને પરિવારની સાથે ધાર્મિક ટ્રિપ પર તો ગઈ, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ બંને વચ્ચે આ વાતને લઈને ખૂબ ઝઘડો થયો અને પત્નીએ છૂટા છેડા માટે અરજી કરી દીધી.
બંનેને સજાવવાના પ્રયાસો યથાવત
રિલેશનશિપ કાઉન્સેલર શૈલ અવસ્થીના જણાવ્યા અનુસાર,હાલ પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સંબંધોને સાચવી શકાય. બંનેને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT