નવી દિલ્હી: નોઈડામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ તેના પતિ, તેના મિત્ર અને તેની પત્ની વિરુદ્ધ વાઈફ સ્વેપિંગનો ગંભીર આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાનું કહેવું છે કે તેનો પતિ તેને બળજબરીથી દારૂ પીવડાવે છે અને તેના પર મોર્ડન બનવાનું દબાણ કરે છે. આ વાતનો વિરોધ કરવા પર પતિએ સંબંધનો અંત લાવી દીધો હતો.
ADVERTISEMENT
પીડિતા મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તેના લગ્ન મુરાદાબાદના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે નોઈડા સેક્ટર-137માં હાઈટેક સોસાયટીમાં પતિના પરિવાર સાથે રહેતી હતી. મહિલાએ 9મી જૂને તેના પતિ સહિત 9 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પીડિતાએ તેની ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે, સાસુ કહે છે કે તમે તમારા પતિને ખુશ કરી શકતા નથી. પતિના મિત્રની પત્નીનું નામ લઈને, તેણી તેના પર તેના પતિને કેવી રીતે ખુશ કરી શકાય તે શીખવા માટે દબાણ કરે છે. પતિ સાથે કયા દિવસે સેક્સ કરવું અને ક્યારે નહીં? આ પણ સાસુએ નક્કી કર્યું છે.
મહિલાએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત વર્ષે 18 એપ્રિલના રોજ તે તેના પતિ સાથે સેક્ટર-75ના એક ફ્લેટમાં પાર્ટી માટે ગઈ હતી. જ્યાં પતિનો મિત્ર તેની પત્ની સાથે આવ્યો હતો. પાર્ટીમાં પતિએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને તેને તેના મિત્ર સાથે સુવાનું કહેવા લાગ્યો. વધુમાં, તેણે કહ્યું કે મિત્રની પત્ની તેની સાથે સૂઈ જશે. આને વાઇફ સ્વેપિંગ કહેવાય છે. જ્યારે પીડિતાએ આવું કરવાની ના પાડી તો તે ગુસ્સે થઈ ગયો અને તેને છોડી દેવાની વાત કરવા લાગ્યો.
પોલીસે 9 લોકો સામે ગુનો નોંધ્યો હતો
મહિલાએ પતિ, પતિના મિત્ર, તેની પત્ની, તેના સાસુ, સસરા, ભાભી સહિત 9 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોતાની ફરિયાદમાં મહિલાએ દહેજ ઉત્પીડન સહિત અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. આ કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસ એફઆઈઆરના આધારે મામલાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT