ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કેમ લગ્ન કરવા માંગે છે MBBSની આ વિદ્યાર્થિની? શિવરંજનીએ જવાબ આપ્યો

નવી દિલ્હી: ગંગોત્રીથી કળશ લઈને બાગેશ્વર ધામની પદયાત્રા પર નીકળેલી MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારી વિશે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને ધીરેન્દ્ર…

gujarattak
follow google news

નવી દિલ્હી: ગંગોત્રીથી કળશ લઈને બાગેશ્વર ધામની પદયાત્રા પર નીકળેલી MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારી વિશે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને ધીરેન્દ્ર શાસ્ત્રી માટે પ્રેમ કહી રહ્યા છે, જ્યારે ઘણા લોકો માને છે કે તેને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આ ઢોંગ રચ્યો છે. આ અંગે શિવરંજનીએ કહ્યું કે, લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

16 જૂને બાબા સાથે લાઈવ આવશે શિવરંજની
શિવરંજનીએ કહ્યું કે, બાબા બાગેશ્વરના ચાહકોએ 16 જૂન સુધી રાહ જોવી જોઈએ. શિવરંજનીએ કહ્યું કે, તે 16 જૂને બાબા બાગેશ્વર સાથે લાઈવ આવશે અને ભક્તોને બધું જ જણાવશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીમાં 3 વસ્તુઓ શિવરંજનીને ગમે છે
વિદ્યાર્થિની શિવરંજનીએ કહ્યું કે, તેને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ત્રણ વસ્તુઓ સૌથી વધુ ગમે છે. સૌ પ્રથમ, તેઓ સનાતનનો પ્રચાર કરે છે. બીજું, તેઓ હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે અને ત્રીજું, તેમણે કેન્સર હોસ્પિટલ બનાવવાની વાત કરી છે. શિવરંજનીએ કહ્યું કે, હું પોતે મેડિકલ સ્ટુડન્ટ છું, આથી મારા માટે આનાથી મોટું સૌભાગ્ય શું હોય શકે તે હું તેમની હોસ્પિટલમાં કામ કરું.

પોતાને બાબાની દાસી માને છે શિવરંજની
શિવરંજનીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે તે લોકપ્રિયતા મેળવવા માટે આ બધું કરી રહી છે. શિવરંજનીએ કહ્યું કે, હું મારી જાતને બાગેશ્વર ધામની દાસી માનું છું અને આ વાત હું બધાને કહું છું. તેણે કહ્યું, તેનો પરિવારની પહેલેથી જ કળશ યાત્રાની ઈચ્છા હતી. તેથી જ પરિવારના સભ્યોએ કહ્યું કે, આ કળશ યાત્રા બાગેશ્વર ધામ સુધી જ કેમ ન કરીએ. એમબીબીએસની વિદ્યાર્થિનીએ કહ્યું કે, લોકો કહે છે કે પ્રેમ માટે કેટલો શોર કેમ, પરંતુ મારી કળશ યાત્રાના માત્ર બે ઉદ્દેશ્ય હતા. પહેલું, હિંદુ ધર્મનો પ્રચાર અને બીજું, આજકાલ લોકો કર્મકાંડોને ભૂલી ગયા છે, તેમને કર્મકાંડના માર્ગ સાથે જોડવા.

    follow whatsapp