TMKOC show Kush Mehta: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે શોને અલવિદા કહી દીધું છે. કુશે 16 વર્ષ પછી શો છોડવાનો નિર્ણય કર્યો. તારક મહેતા શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી અને બબીતા જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ તેમના સહ કલાકાર માટે ખાસ મેસેજ પોસ્ટ કર્યો હતો. એક વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ ઈશારો પણ કર્યો છે કે ગોલીએ શો કેમ છોડ્યો છે.
ADVERTISEMENT
ગોલી માટે બબીતાજીનો ખાસ મેસેજ
કુશ શાહે શોમાંથી બહાર નીકળવાની જાહેરાત કર્યાના કલાકો પછી, મુનમુન દત્તાએ કુશ માટે પોસ્ટ કરી. તેણે લખ્યું- કુશી…જ્યારે હું આ લખી રહી છું, ત્યારે મારી આંખો ભીની છે, પણ બ્રો હું તને યાદ કરું છું. અમે બધા કરીએ છીએ અને હંમેશા કરીશું. મારો રેગિંગ અને ટ્રોલિંગ પાર્ટનર. તું ખૂબ જ ટેલેન્ટેડ છે અને અને તું શું છે અને તારી યાત્રા પર અમને ગર્વ છે.”
બબીતાજીએ જણાવ્યું કુશના શો છોડવાનું કારણ
ફેરવેલ પાર્ટીનો વીડિયો શેર કરતી વખતે મુનમુને સંકેત આપ્યો કે તે ન્યૂયોર્ક શિફ્ટ થઈ રહ્યો છે અને તેથી તેણે શોને અલવિદા કહી દીધું છે. મુનમુને લખ્યું કે, કાશ હું તારી ફેરવેલ પાર્ટીનો ભાગ બની શકી હોત, આગળ તેણે લખ્યું છે કે, તે ટૂંક સમયમાં તેને ન્યૂયોર્કમાં મળશે.
જેઠાલાલે લખી ખાસ પોસ્ટ
દિલીપ જોશી એટલે કે જેઠાલાલે પણ કુશ શાહ માટે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી. તેણે એક રસપ્રદ ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં જેઠાલાલ અને ગોલી જોવા મળે છે. જેઠાલાલ ગોળીને ચપટી ભરી રહ્યા છે. આ ક્લિપ પોસ્ટ કરવાની સાથે તેમણે લખ્યું - "આ ચપટી અમને છોડીને જવા માટે છે." તેમણે આગળ લખ્યું કે, મજાકથી હટીને મેં તારી સાથે કરેલા દરેક સીનનો આનંદ માણ્યો છે. તને ખુબ ખુબ શુભેચ્છાઓ. તું આવી જ રીતે હંમેશા હાસ્ય ફેલાવતો રહે.
તમને જણાવી દઈએ કે, કુશ શાહ 2008 થી શો સાથે જોડાયેલો હતો. તેણે હંસરાજ હાથીના પુત્ર ગોલીનું પાત્ર ભજવ્યું હતું. શોમાં જેઠાલાલ અને ગોલી વચ્ચે ખૂબ જ રસપ્રદ સંબંધ બતાવવામાં આવ્યો છે. ગોલી તેના તોફાનથી જેઠાલાલને પરેશાન કરે છે અને જેઠાલાલ ઘણી વાર પાઠ ભણાવતા જોવા મળ્યા છે.
ADVERTISEMENT