નવી દિલ્હી: કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી 2018 ના કોર્ટના તિરસ્કારના કેસના સંબંધમાં સોમવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન ફિલ્મ નિર્માતાએ પોતાના વાંધાજનક ટ્વીટ માટે કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. આ પછી દિલ્હી હાઈકોર્ટે વિવેક અગ્નિહોત્રીને અપરાધિક અવમાનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ એલ્ગાર પરિષદ કેસના આરોપી સામાજિક કાર્યકર ગૌતમ નવલખાની નજરકેદના આદેશને રદ્દ કરવાના ન્યાયમૂર્તિ એસ મુરલીધરના નિર્ણયની ટીકા કરી હતી. આ મામલે તેણે 2018 માં એક ટ્વીટ કર્યું હતું, જેના પર અદાલતે, સુઓ મોટુ સંજ્ઞાન લેતા, વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી.
ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં જજ વિરુદ્ધ ટિપ્પણીના મામલામાં બિનશરતી માફી માંગી છે. આ પછી હાઈકોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ મામલો 2018માં જસ્ટિસ એસ મુરલીધર વિરુદ્ધ કરવામાં આવેલા ટ્વિટ સાથે સંબંધિત છે. હાઇકોર્ટે સુઓમોટો લેતા અગ્નિહોત્રી સામે કોર્ટના તિરસ્કારનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં અગ્નિહોત્રી સોમવારે કોર્ટમાં હાજર થયા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી.
કોર્ટે શું કહ્યું
હાઈકોર્ટે કહ્યું કે વિવેક અગ્નિહોત્રી આજે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થયા. તેણે વાંધાજનક ટ્વીટ માટે ખેદ વ્યક્ત કર્યો છે અને બિનશરતી માફી માંગી છે. કોર્ટનું કહેવું છે કે તેનો ઈરાદો કોર્ટના સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેથી આ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે અગ્નિહોત્રી દ્વારા રજૂ કરાયેલ એફિડેવિટ દર્શાવે છે કે તે પોતાના વર્તન માટે પસ્તાવો છે. અગ્નિહોત્રીએ કહ્યું કે તેઓ ન્યાયતંત્રનું સન્માન કરે છે અને તેઓ જાણીજોઈને કોર્ટનો તિરસ્કાર કરવાનો ઈરાદો ધરાવતા ન હતા.કોર્ટે અગ્નિહોત્રી સામે આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પણ પાછી ખેંચી લીધી છે અને તેમને ફોજદારી કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અગ્નિહોત્રીની માફી સ્વીકારીને જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ વિકાસ મહાજને તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. અને ભવિષ્યમાં આવા વર્તનથી દૂર રહેવાની સલાહ આપી હતી.આ મામલે આગામી સુનાવણી 24 મેના રોજ થશે.
આ પણ વાંચો: અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું
જાણો શું હતો મામલો
તમને જણાવી દઈએ કે 2018માં વિવેક અગ્નિહોત્રીએ ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધર વિશે વાંધાજનક ટ્વીટ કર્યું હતું. ફિલ્મ નિર્માતાએ જસ્ટિસ એસ મુરલીધર પર ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કાર્યકર્તા ગૌતમ નવલશાને રાહત આપવાનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં જસ્ટિસ મુરલીધરે નવલખાની હાઉસ એરેસ્ટ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ રદ્દ કરી દીધા હતા. જેના કારણે વિવેકે જસ્ટિસ એસ મુરલીધર પર ટિપ્પણી કરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT