ODI વર્લ્ડ કપ 2023 માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભૂકંપ આવ્યો છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી પોતાના કેપ્ટન્સી પદ પરથી રાજીનામું આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજનામીમાં વર્લ્ડકપમાં એન્ટ્રી કરી હતી. પાકિસ્તાની ટીમે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર આવી ચુકી હતી. ટીમ 9 માંથી માત્ર 4 જ મેચ જીતી શકી હતી. પોઇન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર હતી. બાબર પોતે પણ બેટિંગમાં કોઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યો નહોતો. જેના કારણે અનેક દિગ્ગજોએ તેની કેપ્ટન્સી અને ક્રિકેટ તમામ વિશે ટિકા અને ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
બાબર પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રથમ વખત કેપ્ટન્સી મળી તે ઘટનાને યાદ કરી રહી છું. આજે હું ત્રણેય ફોર્મેટ માટે મારી કેપ્ટન્સી છોડી રહ્યો છું. વ્હાઇટ બોલ ક્રિકેટમાં નંબર-1 ના સ્થાને પહોંચવું તે ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામુહિક પ્રયાસનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતુટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરૂ છું. બાબરે કહ્યું કે, આજે હું ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડી રહ્યો છું. આ એક ખુબ જ મુશ્કેલ નિર્ણય છે. એક ખેલાડી તરીકે હું પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ શરૂ રાખીશ. આ નિર્ણય ખુબ જ મુશ્કેલ છે પરંતુ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. મારો ટીમ અને નવા કેપ્ટનને સંપુર્ણ સહયોગ રહેશે. આ મહત્વપુર્ણ જવાબાદારી મને સોંપી તે માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અને પદાધિકારીઓનો આભારી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરના રાજીનામા બાદ અલગ અલગ નામો પણ સપાટી પર તરી રહ્યા છે. તેમાં ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદનું નામ સૌથી ટોપ પર છે. તો ટી20 માટે શાહીન શાહનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. જો કે આશ્ચર્યજનક બાબત હતી કે, બાબરે કેપ્ટન્સી પદ છોડી રહ્યો છે તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરતા અનેક તર્ક વિકત્રો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT