અમિત શાહે પૂર્વ રાજ્યપાલને સ્ટેજ પર કેમ ખખડાવ્યા? જુઓ વાયરલ વીડિયો

Home Minister Amit Shah: ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Home Minister Amit Shah

સ્ટેજ પર જ પૂર્વ રાજ્યપાલ પર કેમ ભડક્યા અમિત શાહ?

follow google news

Home Minister Amit Shah:  ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયોમાં પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન (Tamilisai Soundararajan) સ્ટેજ પર નેતાઓનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. તેઓ અમિત શાહની સામે હાથ જોડીને જતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગૃહમંત્રી તેમને અટકાવે છે. આ પછી તમિલિસાઈ અમિત શાહ પાસે જાય છે. જેમાં અમિત શાહ તેમને કંઈક સમજાવતા જોવા મળે છે.

'અમિત શાહે પૂર્વ રાજ્યપાલને ખખડાવ્યા'

તો આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર તેમની નારાજગીની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમિત શાહે પૂર્વ રાજ્યપાલને ખખડાવ્યા હતા. જોકે, ભાજપ કે કોઈ અન્ય તરફથી આ વીડિયોને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 

લોકસભા ચૂંટણીમાં મળી છે હાર

તમિલિસાઈ સૌંદરરાજને તાજેતરમાં જ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં સૌંદરરાજન અને તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેના સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે. આ વખતે તમિલિસાઈને કોઈમ્બતુર અને અન્નામલાઈથી ચેન્નાઈ સાઉટ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે. વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિત શાહ સૌંદરરાજનને સમજાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેમની નારાજગી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અમે વીડિયોની પુષ્ટી કરતા નથી

આ વીડિયોને ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથ તરફથી શેર કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, તમિલિસાઈને અમિત શાહે કેમ જાહેરમાં ખખડાવ્યા? ચેતવણીનું કારણ શું હોઈ શકે? શાહ સાથે મંચ પર નીતિન ગડકરી અને જેપી નડ્ડા પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સૌંદરરાજને અન્નામલાઈનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત તક વીડિયોની સત્યતાની પુષ્ટી નથી કરતું. 

    follow whatsapp