નવી દિલ્હી : C Voter Survey On MP Elections: દેશમાં લોકસભા ચૂંટણીમાં એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. તે અગાઉ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં થશે. તેમાંથી પાંચ રાજ્યોમાં તો આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવામાં આવે છે. જેમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે. અહીં 2018 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી લીધી, પરંતુ 2020 માં જ્યોતિરાદિત્ય સિંધિયાના વિદ્રોહ બાદ ભાજપ સત્તા પર આવી હતી.
ADVERTISEMENT
મધ્યપ્રદેશની ચૂંટણીને જોતા તમામ મુખ્ય દળોએ પોતા પોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સતત રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. તો મંગળવારે પીએમ મોદીએ પણ ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણીનો મંત્ર આપતા ઇલેક્શનનો શંખનાદ કરી દીધો છે. આવા રાજકીય વાતાવરણ વચ્ચે જનતાના મનમાં શું છે આ જાણવા માટે એબીપી ન્યૂઝ માટે સી વોટરે મધ્યપ્રદેશમાં સૌથી મોટો ઓપિનિયન પોલનું આયોજન કર્યું હતું. આ સર્વેમાં મુખ્યમંત્રી પદના ચહેરાથી માંડીને ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા દરેક મુદ્દા પર સવાલોના જવાબ મેળવવામાં આવ્યા હતા. તેમાંથી અનેક સવાલોના પરિણામો ખુબ જ પરેશાન કરનારા છે.
મધ્યપ્રદેશમાં કોને કેટલી સીટ મળી શકે છે?
BJP 106-118
Congress 108-120
BSP 0-4
Other 0-4
કોને કેટલા ટકા મત મળી શકે છે?
ભાજપ 44 ટકા
કોંગ્રેસ 44 ટકા
બસપા 2 ટકા
અન્ય 10 ટકા
સીએમ પદ માટે કોણ પહેલી પસંદ?
શિવરાજ 37 ટકા
કમલનાથ 36 ટકા
સિંધિયા 12 ટકા
દિગ્વિજય 1 ટકા
અન્ય 14 ટકા
સૌથી મોટો મુદ્દો
બેરોજગારી 33 ટકા
મોંઘવારી 16 ટકા
ભ્રષ્ટાચાર 7 ટકા
માળખાગત સુવિધા 7 ટકા
સ્થાનિક મુદ્દા 18 ટકા
અન્ય 10 ટકા
ખબર નહી 9 ટકા
મોદી-રાહુલમાંથી ડાયરેક્ટ પીએમ પસંદ કરવાના હોય તો કોને પસંદ કરશો?
નરેન્દ્ર મોદી 68 ટકા
રાહુલ ગાંધી 29 ટકા
ખબર નહી 3 ટકા
પીએમ પદમાં પહેલી પસંદ કોણ?
નરેન્દ્ર મોદી 57 ટકા
રાહુલ ગાંધી 18 ટકા
યોગી 8 ટકા
કેજરીવાલ 3 ટકા
અન્ય 14 ટકા
નેતા વિપક્ષ કમલનાથથી લોકો કેટલા સંતુષ્ટ
ખુબ જ સંતુષ્ટ 31 ટકા
ઓછા સંતુષ્ટ 36 ટકા
અસંતુષ્ટ 28 ટકા
ખબર નહી 5 ટકા
સીએમના કામથી કેટલા સંતુષ્ટ
ખુબ જ સંતુષ્ટ 40 ટકા
ઓછા સંતુષ્ટ 25 ટકા
અસંતુષ્ટ 33 ટકા
ખબર નહી 2 ટકા
મધ્યપ્રદેશમાં કોનુ હિન્દુત્વ ભારે
શિવરાજ 42 ટકા
કમલનાથ 44 ટકા
ખબર નહી 14 ટકા
AAP ચૂંટણી લડવાથી શું કોંગ્રેસને નુકસાન થશે
હા 42 ટકા
નહી 39 ટકા
ખબર નહી 19 ટકા
બાગેશ્વર સરકારના નિવેદનોનું ચૂંટણીમાં ફાયદો કોને મળશે?
ભાજપ 38 ટકા
કોંગ્રેસ 33 ટકા
બંન્નેને નહી 20 ટકા
ખબર નહી 9 ટકા
પીએમ મોદીના પિતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી કોંગ્રેસે સેલ્ફ ગોલ કર્યો?
હા 50 ટકા
નહી 20 ટકા
ખબર નહી 30 ટકા
(નોંધ: મધ્યપ્રદેશમાં એક ખાનગી ચેનલ માટે સી વોટર દ્વારા સૌથી મોટો ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. GujaratTak આ માટે જવાબદાર નથી. સર્વેમાં 17 હજાર 113 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ સર્વે 26 મે થી 26 જૂન સુધી કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)
ADVERTISEMENT