Rajasthan Exit Poll 2023: ‘ટાઇમ્સ નાઉ’ના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોની સરકાર બની રહી છે?

Times Now Exit Poll 2023 for Rajasthan: 25 નવેમ્બરના રોજ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election 2023) માટે મતદાન કર્યા પછી, ત્યાર બાદથી રાજસ્થાનમાં કઈ…

gujarattak
follow google news

Times Now Exit Poll 2023 for Rajasthan: 25 નવેમ્બરના રોજ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election 2023) માટે મતદાન કર્યા પછી, ત્યાર બાદથી રાજસ્થાનમાં કઈ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે એક્ઝિટ પોલ જાહેર થતાં લોકોની આ રાહ પણ પૂરી થઈ ગઈ છે. ટાઇમ્સ નાઉ (Times Now Exit Poll Results) એ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

રાજસ્થાનમાં ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપે મોટા માર્જિનથી ક્લીન સ્વીપ કર્યું છે. 199 બેઠકોમાંથી ભાજપને 125-137 અને કોંગ્રેસને 46-56 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે અન્યને 19-20 બેઠકો મળી રહી છે.

2018ના એક્ઝિટ પોલમાં શું અનુમાન લગાવાયું હતું?

2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ 199 બેઠકો પર મતદાન થયું હતું. ટાઇમ્સ નાઉએ CNX સાથે મળીને એક્ઝિટ પોલ બહાર પાડ્યો હતો. ટાઇમ્સ નાઉએ 2018 ના એક્ઝિટ પોલમાં, ભાજપ માટે 85 બેઠકો, કોંગ્રેસને 105 બેઠકો અને અન્ય માટે 09 બેઠકોની આગાહી કરવામાં આવી હતી, જે મોટાભાગે સાચી નીકળી હતી.

2018માં કોને કેટલી સીટો મળી?

2018ની ચૂંટણીમાં મોટાભાગની એજન્સીઓના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવતી દર્શાવી હતી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે આ વાત પણ સાચી સાબિત થઈ. 2018માં કોંગ્રેસને સૌથી વધુ 99 સીટો મળી હતી. ભાજપને 73, બસપાને 6 અને અન્યને 20 બેઠકો મળી હતી.

    follow whatsapp