MP,Rajasthan, Chhattisgarh Election Survey : ચાર સર્વેના પરિણામો પર નજર રાખીએ તો રાજસ્થાન અને એમપી અંગે અલગ અલગ ભવિષ્યવાણી કરવામાં આવી છે. જો કે તમામ સર્વેમાં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની શકે છે.
ADVERTISEMENT
નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જો કે રાજનીતિમાં રસપ્રદ રાખનારા લોકોની નજર ત્રણ રાજ્યો પર જઇને અટકી ગયા છે. હિંદી બેલ્ટના રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજકીય ગરમા ગરમી વધી ગઇ છે. આ ત્રણ રાજ્યોની ચૂંટણીને આવતા વર્ષે લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવી રહ્યું છે. એવામાં અનેક સર્વે સામે આવી રહ્યા છે. જેમાં આ રાજ્યો અંગે ચૂંટણી ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેવામાં મહત્વના ચાર સર્વેના આંકડા અમે અહીં રજુ કરવા જઇ રહીએ છીએ.
India TV ના સર્વેમાં કોણ સૌથી આગળ?
ઇન્ડિયા ટીવી માટે ઇટીજીએ ત્રણ ચૂંટણી રાજ્યોમાં એક સર્વે કર્યો. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ લીડ કરી રહી છે. સર્વેમાં જણાવાઇ રહ્યું છે કે, એમપીની 230 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 118-128 સીટો જઇ શકે છે. બીજી તરફ ભાજપને 102-110 સીટો પર જીત મળી શકે છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર બની શકે છે. કુલ 200 સીટોમાંથી 95-105 સીટો પર ભાજપ જીત પ્રાપ્ત કરી શકે છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 91-101 સીટો જીતી શકે છે. છત્તીસગઢ અંગે પણ કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ છે. સર્વેમાં તે જણાવાયું છે કે, 90 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 48-60 સીટો જઇ શકે છે. બીજી તરફ ભાજપ 28-40 સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે.
ઇન્ડિયા ટીવી સર્વેમાં કોની બશે સરકાર?
મધ્યપ્રદેશ-કોંગ્રેસ
છત્તીસગઢ- કોંગ્રેસ
રાજસ્થાન – ભાજપ
IANS-પોલસ્ટ્રેટના ચોંકાવનારા સર્વે
ચૂંટણી રાજ્ય અંગે આઇએએનએસ-પોલસ્ટ્રેટનો પણ એક સર્વે સામે આવ્યો છે. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની શકે છે. કુલ 230 સીટોમાંથી ભાજપને 116-124 સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે. કોંગ્રેસના ખાતામાં 104 સીટો જીતી શકે છે. રાજસ્થાનની 200 સીટોમાંથી કોંગ્રેસનાં ખાતામાં 97થી 105 સીટો કોંગ્રેસ, ભાજપ 89-97 સીટો પર કબ્જો કરી શકે છે. છત્તીસગઢમાં 90 સીટોમાંથી 62 સીટો પર કોંગ્રેસનો કબ્જો અને 27 સીટો ભાજપના ખાતામાં જઇ શકે છે.
IANS-પોલસ્ટ્રેટના સર્વેમાં કોની બનશે સરકાર?
મધ્યપ્રદેશ – ભાજપ
રાજસ્થાન – કોંગ્રેસ
છત્તીસગઢ – કોંગ્રેસ
News 24 દ્વારા પણ કરાયો સર્વે
PEACS મીડિયા અને News 24 દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઇટ ફાઇટ છે. 230 સીટોમાંથી ભાજપને 115-122 સીટો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસના ખાતામાં 105-115 સીટો જઇ શકે છે. રાજસ્થાનમાં 200 માંથી 95-105 સીટો પર ભાજપ કબ્જો કરી શકે છે. કોંગ્રેસના ખાતામાં 91-101 સીટો જઇ શકે છે. છત્તીસગઢમાં 90 માંથી 55-60 સીટો કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે અને ભાજપના ખાતે 30-35 સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે.
ન્યૂઝ 24 ના સર્વેમાં કોની સરકાર બનશે
મધ્યપ્રદેશ – ભાજપ
રાજસ્થાન – ભાજપ
છત્તીસગઢ – કોંગ્રેસ
Times Now Navbharat નો સર્વે પણ સામે આવ્યો
ટાઉમ્સ નાઉ નવભારતે પણ ચૂંટણીના રાજ્યો અંગે એક સર્વે કર્યો છે. સર્વે અનુસાર મધ્યપ્રદેશની કુલ 230 સીટોમાંથી કોંગ્રેસનાં ખાતામાં 118-128 સીટો જઇ શકે છે. જ્યારે 102-110 સીટો પર ભાજપ જીત પ્રાપ્ત કરી શકે છે. રાજસ્થાનની કુલ 200 સીટોમાંથી 95-105 સીટો પર ભાજપ કબ્જો કરી શકે છે. કોંગ્રેસના ખાતામાં 91-101 સીટો જઇ શકે છે.
ટાઇમ્સ નાઉ નવભારતના સર્વેમાં કોની બનશે સરકાર
મધ્યપ્રદેશ-કોંગ્રેસ
રાજસ્થાન-ભાજપ
છત્તીસગઢ અંગે એક વાત કોમન
ગત્ત ચાર સર્વેના પરિણામો પર ધ્યાન આપીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ અંગે અલગ-અલગ સર્વેમાં અલગ અલગ પરિણામો જોવા મળી રહ્યા છે. જો કે તમામ સર્વેમાં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. બીજી તરફ મધ્યપ્રદેશમાંકોંગ્રેસ-ભાજપમાં ટાઇટ ફાઇટ જોવા મળી શકે છે. બે સર્વેમાં કોંગ્રેસની સરકાર બનતી જોઇ શકાય છે તો બેમાં ભાજપની. બીજી તરફ રાજસ્થાનમાં ચારમાંથી ત્રણ સર્વેમાં ભાજપ આગળ છે.
ADVERTISEMENT