સિદ્ધારમૈયા કે શિવકુમાર: કોણ બનશે કર્ણાટકના મુખ્યમંત્રી? કોંગ્રેસના ધારાસભ્ય દળની મીટિંગ બાદ શું નક્કી થયું?

કર્ણાટક: કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નવા મુખ્યમંત્રી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં નારેબાજી કરી. રાત્રે 8 વાગ્યે બેંગલુરુમાં…

gujarattak
follow google news

કર્ણાટક: કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નવા મુખ્યમંત્રી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં નારેબાજી કરી. રાત્રે 8 વાગ્યે બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક પણ થઈ હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠક પછી સીએમનું નામ સાંભળવામાં મળી શકે છે. પરંતુ આમ નથી થયું. કોંગ્રેસ ધારાસભ્ય દળે રવિવારના રોજ સર્વસમતિથી એક ટૂંકી રજૂઆત કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે.

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બાદ એક લાઇનના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કાંગ્રેસ ધારાસભ્ય દળ સર્વસંમતિથી તે નક્કી કરે છે કે AICC અધ્યક્ષ કોંગ્રેસ ધારાસભ્ય દળના નવા નેતાની સત્તાવાર રીતે જાહેરાત કરે.’ જોકે આ વચ્ચે આ પણ ચર્ચા છે કે સિદ્ધારમૈયા અને ડિ.કે શિવકુમાર સોમવારે દિલ્હી જઈ શકે છે. કોંગ્રેસના સુશીલ કુમાર શિંદે, દિપક બાવરિયા અને જિતેન્દ્ર સિંહને કર્ણાટકના ઓબ્ઝર્વર બનાવ્યા છે.

ઓબ્ઝર્વર ધારાસભ્યોનો મત જાણશે
જણાવી દઈએ કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થતા પહેલા સિદ્ધારમૈયા, ડિ.કે શિવકુમાર અને રણદીપ સુરજેવાલાએ અલગથી બેઠકો યોજી હતી. સુરજેવાલાએ બેઠકમાં કહ્યું કે ખડગેએ ઓબ્ઝર્વરોને પ્રત્યેક ધારાસભ્યના મત જાણવા નિર્દેશ કર્યો છે. ધારાસભ્યોનો મત જાણવાની પ્રક્રિયા રાત્રે પૂરી કરી લેવામાં આવશે. ધારાસભ્યોનો મત પાર્ટી અધ્યક્ષને સોંપવામાં આવશે અને પછી અધ્યક્ષ નિર્ણય કરશે.

બંને નેતાઓના સમર્થકોની નારેબાજી
કોંગ્રેસની ચૂંટણીમાં પરિણામ આવ્યા પછી સિદ્ધમૈયાના ઘરના બહાર સમર્થકોએ અનેક પોસ્ટર લખ્યા. આ પોસ્ટર્સમાં સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી સીએમ બતાવાયા છે. તો, ડી.કે શિવકુમારના ઘરની બહાર પણ આ રીતે પોસ્ટર લગાવાયા છે, જેમાં તેમને અગલા મુખ્યમંત્રી બતાવતા જન્મદિવસની શુભેચ્છા અપાઈ છે. જણાવી દઈએ કે 15 મેએ તેમનો જન્મદિવસ છે.

શિવકુમારે આભાર વ્યક્ત કર્યો
કર્ણાટકમાં બમ્પર જીત બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે શિવકુમારે કહ્યું કે, ‘હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આપેલા વચનને પૂર્ણ કરીશ. હું અખંડ કર્ણાટકની જનતા તરફથી તેમના પગમાં પડીને આશીર્વાદની માગું છું અને તેમને સમર્થન આપવા માટે આભાર આપું છું. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને વોટ આપ્યો. હું ભૂલી શકતો નથી, જ્યારે સોનિયા ગાંધી મને મળવા માટે જેલ આવ્યા હતા. હું વિશ્વાસ દર્શાવવા માટે ગાંધી પરિવાર અને સિદ્ધારમૈયા સહિત તમામ પાર્ટીના સભ્યોનો આભાર માનું છું.

34 વર્ષમાં પહેલીવાર કોઈ પાર્ટીને આટલી મોટી જીત મળી
કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 224 થી 136 સીટો પર જીત મળી છે. પાર્ટીને 43 ટકા વોટ શેર મળ્યો છે. 34 વર્ષમાં પહેલી વાર છે જ્યારે કોઈ પાર્ટીને આટલી વધારે બેઠક મળી છે. આ પહેલા 1978માં કોંગ્રેસને જ 178 સીટો મળી હતી. કોંગ્રેસની આટલી મોટી જીત પર પાર્ટી નેતા ‘ભારત જોડો યાત્રા’ને પણ શ્રેય આપી રહ્યા છે.

    follow whatsapp