કોણ છે ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ? જેમણે 41 જિંદગીઓને બચાવવામાં ભજવી મહત્વની ભૂમિકા

Meet tunnel expert Arnold Dix Uttarkashi rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે.…

gujarattak
follow google news

Meet tunnel expert Arnold Dix Uttarkashi rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. બધા શ્રમિકો સુરક્ષિત બહાર આવી ચૂક્યા છે. ત્યારે અમે તમને આ રસ્ક્યૂ ઓપરેશનને સફળ બનાવનારા આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ (Arnold Dix) વિશે જણાવીશું, જેમની મહેનત રંગ લગાવી છે અને 41 જિંદગીઓ બચી ગઈ છે.

કોણ છે આર્નોલ્ડ ડિક્સ?

– આર્નોલ્ડ ડિક્સ, જીનીવા સ્થિત ઈન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશન (જીનીવા)ના પ્રમુખ છે અને તેઓ મુખ્યત્વે આ કામ માટે સૌથી વધુ જાણીતા છે. આર્નોલ્ડ ડિક્સ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે.

– આર્નોલ્ડ ડિક્સ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સમાં બૅરિસ્ટર પણ છે. તેઓ ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયર અને વકીલ જેવા અન્ય ઘણા હોદ્દા પણ સંભાળી ચૂક્યા છે.

– વર્ષ 2022માં તેમને અમેરિકાના નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન દ્વારા કમિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોનાશ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ

– આર્નોલ્ડ ડિક્સની પાસે મોનાશ યુનિવર્સિટી, મેલબોર્નની વિજ્ઞાન અને કાયદાની ડિગ્રી (Science and Law Degree) છે. ત્રણ દાયકાથી વધુના તેમના કરિયરમાં આર્નોલ્ડ ડિક્સે ઘણી ભૂમિકાઓ ભજવી છે.

– તેમની વેબસાઇટ અનુસાર, 2020માં આર્નોલ્ડ ડિક્સ લોર્ડ અંડરગ્રાઉન્ડ વર્ક્સ ચેમ્બર્સ બનાવવા માટે લૉર્ડ રોબર્ટ મેયર પીટર વિકરી ક્યૂસીમાં સામેલ થઈ ગયા હતા.

– હાલમાં મંગળવારે જ આર્નોલ્ડ ડિક્સની આગેવાનીમાં બચાવ ટીમ ધરાશાયી થયેલી સિલ્ક્યારા ટનલના 60 મીટરના કાટમાળને ખોદવામાં સફળ રહી હતી.

    follow whatsapp