અતીકના દીકરાનું એન્કાઉન્ટર કરનારા UP પોલીસના બે ઓફિસર કોણ છે? જેમની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે

ઉત્તર પ્રદેશ: ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગેંગસ્ટર અતીક અહેમદનો પુત્ર…

gujarattak
follow google news

ઉત્તર પ્રદેશ: ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગેંગસ્ટર અતીક અહેમદનો પુત્ર અસદ અને પ્રયાગરાજમાં ઉમેશ પાલને ગોળી મારનાર શૂટર ગુલામ મોહમ્મદ STF સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા. એસટીએફની 12 સભ્યોની ટીમનું નેતૃત્વ ડેપ્યુટી એસપી નવેંદુ કુમાર નવીન અને ડેપ્યુટી એસપી વિમલ કુમાર સિંહ કરી રહ્યા હતા. એસટીએફના એડીજી અમિતાભ યશે માહિતી આપી કે બંને આરોપીઓને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંનેના મોત થયા હતા.

ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું એન્કાઉન્ટર કરનારી યુપીની આ STF ટીમમાં ડેપ્યુટી નિરીક્ષક અનિલ કુમાર સિંહ, નિરીક્ષક જ્ઞાનેન્દ્ર કુમાર રાય, ડેપ્યુટી નિરીક્ષક વિનય તિવારી, ચીફ કોન્સ્ટેબલ પંકજ તિવારી, સોનુ યાદવ, સુશીલ કુમાર, ભૂપેન્દ્ર સિંહ, કમાન્ડો અરવિંદ કુમાર, કમાન્ડો દિલીપ કુમાર યાદવ સામેલ હતા.

કોણ છે નવેન્દુ કુમાર નવીન?
નવેન્દુ કુમાર નવીન યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ભરતી થયા હતા. હાલાં નવેન્દુ સિંહ CO છે. તેઓ યુપી એસટીએફના પ્રયાગરાજ યુનિટમાં છેલ્લા 8 વર્ષથી કામ કરી રહ્યા છે અને 4 વર્ષથી પ્રયાગરાજ એસટીએફ યુનિટના પ્રભારી છે. યુપી પોલીસની વેબસાઈટ અનુસાર, નવીન એસટીએફમાં ડીએસપી છે જેમનું પોસ્ટિંગ જિલ્લા લખનૌ છે. નવીનનો જન્મ 03 ઓગસ્ટ 1967ના રોજ બિહારના સારણમાં થયો હતો. તેમના પિતાનું નામ ભોલાનાથ રાય છે. નવીન 2017 કેડરના પોલીસ અધિકારી છે. તેમને વર્ષ 2017માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.

થોડા વર્ષો પહેલા એક ડાકુ સાથેના એન્કાઉન્ટરમાં તેને હાથ અને ગરદનમાં પણ ગોળી વાગી હતી. ગયા વર્ષે જ નવેન્દુએ બે ઈનામી ગુનેગારોને ઠાર કર્યા હતા. તેમને 2008માં રાષ્ટ્રપતિ વીરતા પદક અને 2014માં રાષ્ટ્રીય શૌર્ય પદકથી નવાજવામાં આવ્યા છે. ગયા વર્ષે 2022 માં પણ, નવેન્દુને તેમની બહાદુરી માટે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

કોણ છે વિમલ કુમાર સિંહ?
વિમલ સિંહ યુપી એસટીએફના લખનૌ હેડક્વાર્ટરમાં ડેપ્યુટી એસપીના પદ પર છે. નવેન્દુની જેમ વિમલ સિંહ પણ સબ ઈન્સ્પેક્ટરમાંથી યુપી પોલીસમાં ભરતી થયા હતા. યુપી STFમાં પોસ્ટિંગ દરમિયાન વિમલ સિંહના બાતમીદારોના નેટવર્કે પૂર્વાંચલના ઘણા મોટા માફિયાઓ પર શકંજો કસવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે અને 2018 કેડરના પોલીસ અધિકારી છે.

કોણ છે STFના એડીજી અમિતાભ યશ
બિહારના ભોજપુરથી આવતા અમિતાભના પિતા રામ યશ સિંહ પણ આઈપીએસ હતા. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ બન્યા. કેપ્ટન તરીકે અમિતાભ યશનો પહેલો જિલ્લો સંતકબીરનગર હતો. 11 મહિના સુધી અહીં સેવા આપ્યા બાદ, તેમને બારાબંકી મહારાજગંજ, હરદોઈ, જાલૌન, સહારનપુર, સીતાપુર, બુલંદશહર, નોઈડા અને કાનપુરમાં એસપી અને એસએસપી પદ પર તહેનાત હતા.

    follow whatsapp