- ATSએ ISI એજન્ટ સત્યેન્દ્ર સિવાલની ધરપકડ
- દેશની ગુપ્તચર માહિતી ISI હેન્ડલર્સને મોકલતો
- ISI માટે જાસૂસી કરવાનો આરોપ
Pakistani ISI Agent Satyendra Siwal Arrest: ઉત્તર પ્રદેશ પોલીસે મેરઠમાંથી પાકિસ્તાની ISI એજન્ટની ધરપકડ કરી છે. ISI એજન્ટની ઓળખ સત્યેન્દ્ર સિવાલ તરીકે થઈ છે. સત્યેન્દ્ર સિવાલ ચાર વર્ષથી રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં કામ કરી રહ્યો હતો. હાલમાં તે મેરઠમાં છુપાયેલો હતો.
ADVERTISEMENT
ભારતીય દૂતાવાસમાં બજાવી રહ્યો છે ફરજ
મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર સિવાલ હાપુડના શાહમહિઉદ્દીનપુર ગામનો રહેવાસી છે. તે વિદેશ મંત્રાલયના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફમાં છે અને હાલમાં રશિયાના મોસ્કો ખાતે આવેલા ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવી રહ્યો છે. સત્યેન્દ્ર સિવાલ ત્યાં ઈન્ડિયા બેસ્ટ સિક્યોરિટી આસિસ્ટન્ટ IBSAની પોસ્ટ પર તૈનાત છે.
ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ
સત્યેન્દ્ર સિવાલ પર ભારતીય દૂતાવાસ, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાઓ વિશેની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી ISI હેન્ડલર્સને આપવાનો આરોપ છે. ATS મેરઠ યુનિટે આરોપીની પૂછપરછ કરી, જ્યાં તેણે જાસૂસીની કબૂલાત કરી હતી. જે બાદ તેની મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર સિવાલ પાસેથી બે મોબાઈલ ફોન અને આધાર કાર્ડ પણ મળી આવ્યા છે.
ઘણા સમયથી રાખવામાં આવી રહી હતી નજર
સત્યેન્દ્ર સિવાલ ISIના સંપર્કમાં હતો. જ્યારે યુપી એટીએસને આ અંગેની જાણ થઈ ત્યારે તેનો ફોન સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી તેની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. કન્ફોર્મ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતમાં તે પૂછપરછમાં સહકાર આપતો ન હતો. પરંતુ ATS દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તે તૂટી પડ્યો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને તેણે પૈસાની લાલચમાં બધી ગુપ્ત માહિતી ISIના હેન્ડલર્સને મોકલી હતી.
ADVERTISEMENT