નવી દિલ્હી : બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનને જેલમાંથી મુક્તિનો આદેશ થઇ ચુક્યો છે. આનંદ મોહન ગોપાલગંજના ડીએમ રહેલા જી.કૃષ્ણૈયાની હત્યાના મામલે કટિહાર જેલમાં બંધ હતા. આનંદ મોહનની મુક્તિની સાથે જ આ દિલ દહેલાવવાની ઘટનાની સામે આવી હતી. બીજી તરફ મોટા પ્રમાણમાં આનંદ મોહનની મુક્તિનો વિરોધ પણ થઇ રહ્યો છે. પાંચ ડિસેમ્બર, 1994 ના રોજ બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં ભરબપોરે એક આઇએએસ અધિકારીની હત્યા થઇ હતી. ગોપાલગંજના ડીએમ જી.કૃષ્ણૈયા હતા. અસલમાં આ હત્યાના એક દિવસ પહેલા ઉત્તર બિહારમાં છોટન શુક્લા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. છોટન શુક્લા મુજફ્ફરપુરનો સ્વધોષિત ડોન હતો તેની હત્યા બાદ લોકો ખુબ જ ગુસ્સામાં હતા.
ADVERTISEMENT
ગુસ્સે ભરાયેલા લોકોએ DM ને રોડ વચ્ચે ઉતારીને ઠાર માર્યા
ગુસ્સે ભરાયેલા લોકો હાઇવે પર છોટન શુક્લાનું શબ રાખી તંત્રની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન જી.કૃષ્ણૈયા પોતાના સરકારી વાહનમાં સવાર થઇને આવતા જોવા મળ્યા હતા. આ લોકોએ વિચાર્યું કે તેઓ મુજફ્ફરનગરના ડીએમની ગાડી છે. જ્યારે સત્ય એવું હતું કે, હાજીપુરમાં મીટિંગમાં જોડાયા બાદ ડીએમ કૃષ્ણૈયા પોતાના જિલ્લા ગોપાલગંજ જઇ રહ્યા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.
ધોળા દિવસે જાહેરમાં હત્યા બાદ રાષ્ટ્રીય સ્તરે હોબાળો
ધોળાદિવસે જાહેરમાં એક સરકારી ઉચ્ચ અધિકારીની ટોળાએ હત્યા કરી નાખી હતી. જેના કારણે રાષ્ટ્રીય સ્તરે સનસની ફેલાઇ ગઇ હતી. આ મામલે સુનાવણી વર્ષ 2007 માં શરૂ થઇ હતી. ત્યારે આ દરમિયાન બાહુબલી નેતા આનંદ મોહન, છોટન શુક્લાના ભાઇ મુન્ના શુક્લા, અખલાક અહેમદ અને અરૂણ કુમારને લોઅર કોર્ટે ફાંસીની સજા આપી હતી. ત્યાર બાદ પટના હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મોતની સજાને ઉંમરકેદમાં બદલી નાખી હતી. વર્ષ 2008 માં પુરાવાના અભાવમાં અન્યને મુક્ત કરી દેવામાં આવી હતી. જો કે આનંદ મોહનને રાહત નહોતી મળી. હવે નીતીશ સરકારની કેબિનેટમાં પરિહાર કાયદામાં સંશોધનનો લાભ આનંદ મોહનને મળવાની આશા છે.
ડીએમજી જીકૃષ્ણૈયા કોણ હતા?
ડીએમ જી.કૃષ્ણૈયા મુળ રીતે તેલંગાણાના રહેવાસી હતા. તેઓ 1985 ના બિહાર કેડરના આઇએએસ અધિકારી હતા. કૃષ્ણૈયા ખુબ જ ઇમાનદાર છબીના અધિકારી હતા અને પોતાની અલગ વર્કિંગ સ્ટાઇલના કારણે ચર્ચામાં હતા.
ADVERTISEMENT