ચીને પોતાનું સેટેલાઇટ લોન્ચ કર્યા તો રોકેટ પાછળુ વળીને ચીનમાં જ ખાબક્યું, VIDEO વાયરલ

બીજિંગ : ચીન મોટી મોટી ટેક્નોલોજીની વાતો કરતું હોય છે જો કે તેની ટેક્નોલોજી કેવી હોય છે તેનું વધારે એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ચીનનું…

China Rocket case

China Rocket case

follow google news

બીજિંગ : ચીન મોટી મોટી ટેક્નોલોજીની વાતો કરતું હોય છે જો કે તેની ટેક્નોલોજી કેવી હોય છે તેનું વધારે એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ચીનનું રોકેટ અંતરિક્ષમાથી નીચે ચીનમાં જ ખાબક્યું છે. 25 ડિસેમ્બર 2023 ના દિવસો રોકેટનું એક બુસ્ટર દક્ષિણી ચીનમાં એક ઘર નજીક ખાબક્યું હતું. અંતરિક્ષમાં બે નેવિગેશન સેટેલાઇટ છોડ્યા હતા. પછી જોવા જેવું થયું હતું.

ચીને પોતાના બે સેટેલાઇટ લોન્ચ કર્યા

ચીની સ્પેસ એજન્સી CNSA (China National Space Administration) દ્વારા 25 ડિસેમ્બર, 2023 ના રોજ બે સેટેલાઇટ લોન્ચ કર્યા. લોન્ચિંગ સિચુઆન પ્રાંતના શિંચાંગ સેટેલાઇટ લોન્ચર સેન્ટરથી કરવામાં આવી. લોન્ચિંગ માટે Long March 3B રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમાં બે બીડોઉ નેવિગેશન સેટેલાઇટ (Beidou Navigation Satellite) લોન્ચ થયા. આ નેવિગેશન સેટેલાઇટ અમેરિકાના GPS સિસ્ટમની જેમ ચીનને નેવિગેશન પ્રોવાઇડ કરાવે છે. રોકેટે આ સેટેલાઇટને સફળતા પુર્વક મીડિયમ અર્થ ઓર્બિટ (MEO) માં છોડ્યું. જો કે રોકેટની બહાર લાગેલા બૂસ્ટર પૃથ્વી તરફ પરત ફર્યા અને દક્ષિણી ચીનના ગુઆંગશી વિસ્તારમાં એક ઘરની નજીક ખાબક્યું હતું.

Launches: At 2239 UTC Dec. 25 a CZ-11 launched the Shiyan-24C trio of experimental sats from a sea barge off Guangdong. At 0326 Dec. 26, a CZ-3B+YZ-1 lifted off from Xichang carrying Beidou sats 57 & 58 into medium Earth orbits. These were 64th & 65th Chinese launches of 2023. pic.twitter.com/utfNKlxOL9

— Andrew Jones (@AJ_FI) December 26, 2023

રોકેટ પાછા પડ્યાં તેનો વીડિયો વાયરલ

તેમાં પડ્યા બાદ લોકોએ વીડિયો બનાવી દીધો. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક બુસ્ટર જંગલમાં પડ્યું હતું. જ્યારે બીજુ બુસ્ટર એક ઘર નજીક ખાબક્યું હતું. આ બંન્ને બુસ્ટરોના કાટમાળને ચીની તંત્ર દ્વારા પોતાના કબ્જામાં લેવામાં આવ્યું છે. જ્યારે આ બુસ્ટર જમીન પર પડ્યું તો લાલ અને ભુરા રંગનો વિસ્ફોટ થયો હતો. તેમાં નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ હતું. વિસ્ફોટ દરમિયાન નિકળેલો પીળો રંગ જણાવે છે કે, તેમાં unsymmetrical dimethylhydrazine (UDMH) પણ હતું.

આ રસાયણના કારણે આસપાસના લોકોને નુકસાન

સામાન્ય રીતે લોન્ગ માર્ચ 3 બી રોકેટમાં ઉપયોગ થનારા ચારેય સાઇડના બૂસ્ટર્સમાં હાઇપરગોલિક પ્રોપેલેંટ કોમ્બીનેશન હોય છે. જેમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ હોય છે. આ રસાયણથી માણસો કે આસપાસના જીવોને નુકસાન પહોંચી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે બીડોઉ નેવિગેશન સેટેલાઇટના બૂસ્ટર જમીન પર નીચે પડ્યા હોય.

Heads up: it's been a while, but this kind of falling booster action was a feature of the Long March 3B launches of Beidou satellites from Xichang. https://t.co/rRM0mQ2g0p https://t.co/UnFXaoGgC4 pic.twitter.com/7XkRCTFLaW

— Andrew Jones (@AJ_FI) December 26, 2023

અંતરિક્ષમાં કચરો ફેલાવા મામલે પણ ચીન બદનામ

અગાઉ 2019 માં રોકેટ અને સેટેલાઇટનું બુસ્ટર જમીન પર પડ્યું. તેમાં ઘર ધ્વસ્ત થઇ ગયું હતું. લોન્ગ માર્ચ 5 રોકેટ્સના તુટી પડવા અંગે પણ ચીનની અનેકવાર ટીકા થઇ ચુકી છે. આ ઉપરાંત અંતરિક્ષમાં કચરો ફેલાવા અંગે પણ ચીનનું નામ સૌથી ખરાબ છે. બીડોઉ નેવિગેશન સેટેલાઇટના આગામી બે સેટેલાઇટ પણ લોન્ચ માટે તૈયાર છે. જો કે તે અંગે સમગ્ર વિશ્વના દેશ ચીનને ચેતવણી આપી રહ્યા છે કે, લોન્ચિંગ બાદ ધરી પર પડનારું રોકેટ અને તેના બુસ્ટર્સના કારણે લોકોને સુરક્ષીત રાખવું ખુબ જ જરૂરી છે. જો કે ચીન પોતાની મનમાની કરવા માટે જાણીતું છે.

    follow whatsapp