ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં એક્સ-મુસ્લિમ મૂવમેન્ટ ખુબ જ ઝડપથી વધી રહી છે. જેના હેઠળ પોતાની જાતને મુસ્લિમ તરીકે ઓળખાવનારા લોકો ઝડપથી પોતાનો ધર્મ છોડી રહ્યા છે. જેની પાછળના અનેક કારણો પણ તેઓ ગણાવી રહ્યા છે. ધર્મ કે જાતી આપણે પોતે નથી પસંદ કરતા પરંતુ તે જન્મજાત મળે છે. તેવામાં જો કોઇ વ્યક્તિ પોતાની ધાર્મિક ઓળખથી અળગું થવાનું વિચારે તો આ નિર્ણય ખુબ જ પડકારજનક રહેશે.
ADVERTISEMENT
હવે ઇસ્લામથી લોકો દુર થઇ રહ્યા છે
જો કે સમગ્ર વિશ્વમાં ઇસ્લામને માનનારા કેટલાક લોકો એવા છે, જે આ ધર્મ તરફથી મોઢુ ફેરવી રહ્યા છે. આ આંદોલનને એક નામ અપાયું છે અને તેને તેઓ એક્સ મુસ્લિમ મૂવમેન્ટ ગણાવી રહ્યા છે. ભારત, અમેરિકા, બ્રિટ જેવા અનેક દેશો ઉપરાંત કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ આ આંદોલન ધીરે ધીરે ઝોર પકડી રહ્યું છે. આ લોકોનું કહેવું છે કે, અમારુ માનવું છે કે, ઇસ્લામમાં કેટલીક વસ્તુઓ યોગ્ય નથી જેના કારણે અમે આ ધર્મનો ત્યાગ કરીએ છીએ.
કેરળની મહિલાએ કહ્યું ખુબ જ જડ ધર્મ છે ઇસ્લામ
ઇસ્લામ છોડનારી 48 વર્ષની એક કેરળની મહિલા નૂરજહાંએ પણ તેવું જ કારણ જણાવ્યું હતું. તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હિજાબ પહેરવાની મજબુરી મહિલાઓ સાથે ભેદભાવ અને ધર્મના નામ પર કટ્ટરતા જેવી વસ્તુઓના કારણે તેનો ઇસ્લામમાંથી મોહભંગ થઇ ચુક્યો છે. ગત્ત થોડા વર્ષોમાં મે ઇસ્લામ સાથે સંબંધ તોડી નાખ્યો છે. એવું એટલા માટે કારણ કે તેની કેટલીક વાતો મને અતાર્કિક લાગે છે. તેમાં મહિલાઓ સાથે ભેદભાવ થાય છે અને તેને બીજા દરજ્જાની માનવામાં આવે છે. મારે 2 પુત્રીઓ છે અને તેને હું એક પણ ધર્મનું શિક્ષણ નથી આપી રહી.
આગામી 10 વર્ષમાં સૌથી વધારે મુસ્લિમ હશે
અત્રે ઉલ્લેખનીય છે કે, એક્સ મુસ્લિમ મુવમેન્ટ એવા સમયે જોર પકડ્યું છે, જ્યારે કહેવાઇ રહ્યું છે કે, આગામી 10 વર્ષમાં મુસ્લિમોમી વસ્તી સૌથી વધારે હશે. પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર 2035 સુધીમાં વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ હશે. 2017 ના પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં 35 લાખ મુસલમાન છે, જો કે તેમાંથી 1 લાખ પ્રતિ વર્ષ ઇસ્લામ છોડી રહ્યા છે. જો કે તેટલા જ લોક એવા પણ છે જે ઇસ્લામ અપનાવી રહ્યા છે. એવી જ સ્થિતિ પશ્ચિમ યૂરોપના દેશોમાં પણ જોવા મળી રહી છે.
ઇન્ટરનેટ ઇસ્લામ માટે તેવું જ છે જેવું ક્રિશ્ચિયનો માટે પ્રેસ
ઇસ્લામ સાથે છેડો ફાડનારા લોકોમાં એક વર્ગ એવો પણ છે જે કોઇ અન્ય ધર્મમાંથી ઇસ્લામમાં આવ્યા હતા. જો કે રસપ્રદ છે કે, જે પ્રકારે હિંદુ, ક્રિશ્ચયન અને અન્ય ધર્મ છોડનારા લોકો પોતાને નાસ્તિક કહે છે, તે પ્રકારે ઇસ્લામ છોડનારા નથી કહેતા. આ લોકો પોતાની અલગ જ ઓળખ બનાવી રહ્યા છે અને પોતાની જાતને એક્સ મુસ્લિમ એટલે કે પૂર્વ મુસ્લિમ ગણાવી રહ્યા છે. ઇરાની મુળની લેખિકા અને રાઇટ્સ એક્ટિવિસ્ટ મરિયમ નમાઝી કહે છે કે, તેના કારણે ઇન્ટરનેટ દ્વારા ઝડપથી માહિતી પહોંચી રહી છે. જે પ્રકારે પ્રિંટિંગ પ્રેસ આવવાથી ક્રિશ્ચિયનો પર અસર પડી હતી. તે જ પ્રકારે ઇન્ટરનેટના કારણે ઇસ્લામ પર અસર પડી રહી છે.
ADVERTISEMENT