Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર ખાતે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશની જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ હસ્તીઓમાં ઉદ્યોગપતિઓ, કલાકારો, સાહિત્યકારો, ધાર્મિક નેતાઓ અને રમત ગમતની મોટી-મોટી હસ્તીઓ સામેલ છે. 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, આશા ભોસલે, રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને આમંત્રણ આપાયું છે.
ADVERTISEMENT
વિરાટ કોહલીને પણ અપાયું છે આમંત્રણ
આ ઉપરાંત સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા નામો પણ આ યાદીમાં સામેલ છે અને આ યાદીમાં બીજા ઘણા નામો પણ સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ નવા મંદિરનો શુભારંભ કરશે અને તેમના હાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.
મંદિર આંદોલનના નેતાઓને સૌથી પહેલા આમંત્રણ
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં જાણીતી હસ્તીઓ ઉપરાંત રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મોટા નેતાઓ પણ જોવા મળશે. લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સાધ્વી ઋતંભરાને સૌથી પહેલા આમંત્રણ મળ્યું હતું.
ધર્મગુરુઓને પણ મોકલવામાં આવ્યું છે આમંત્રણ
આ સિવાય અલગ-અલગ ધર્મગુરુ પણ આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે. આમાં જૈન ધર્મના મહાગુરુઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જૈન ધર્મ ગુરુ આચાર્ય લોકેશ મુનીને પણ મંદિર ટ્રસ્ટના કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ખેલાડીઓને મળ્યું આમંત્રણ
આ સિવાય જો લાંબી લિસ્ટની વાત કરીએ તો આ લિસ્ટમાં ઘણા એવા ખેલાડીઓના નામ છે જેમને આ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે – દેશના પ્રખ્યાત ફૂટબોલર કી બાઈચુંગ ભૂટિયા, ઓલિમ્પિયન મેરી કોમ, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, પી ગોપીચંદ, ક્રિકેટરો રોહિત શર્મા, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડને આમંત્રણ મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત દેશના તમામ મોટા રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોને પણ રામ મંદિરના શુભારંભ માટે આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.
નિયમોનું પાલન કરવું ફરજિયાત
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે અને તેમના હાથે જ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આવી સ્થિતિમાં તમામ મહેમાનો માટે સલામતીના દૃષ્ટિકોણથી ઘણા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ સંતો અને ધર્મગુરુઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ તમામ સંતોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. સુરક્ષાના કારણોસર મોબાઈલ, પર્સ, બેગ, છત્ર, સિંહાસન, ગુરુ પાદુકાને સ્થળ પર લઈ જવાનું શક્ય બનશે નહીં.
ADVERTISEMENT