Oxfam Inequality Report 2024: પાછળ કેટલાક વર્ષોમાં આખા વિશ્વમાં આવકની અસમાનતામાં વધારો થયો છે. હાલમાં પ્રકશિત થયેલ ઓક્સફેમ ઈન્ટરનેશનલે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ સંપત્તિ અને ગરીબી વચ્ચેના વધતા જતા અંતરની વાત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એક તરફ અમુક વર્ગ ખુબ જંગી કમાણીકરી રહ્યો છે તો બીજી તરફ અબજો લોકો ગરીબ બની રહ્યા છે.
ADVERTISEMENT
ઓક્સફેમ ઈન્ટરનેશનલ દર વર્ષે પ્રકાશિત થાય છે
સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં દર વર્ષે વિશ્વના પ્રભાવશાળી લોકોનો મેળાવડા પહેલા ઓક્સફેમ ઈન્ટરનેશનલ દ્વારા લોકોની આવકના અનુસંધાનમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું આયોજન દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં થાય છે. આ વાર્ષિક ઈવેન્ટમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, મોટા રાજનેતાઓ અને બિઝનેસ હાઉસના નેતાઓ ભેગા થાય છે.
વેલ્થ ટેક્સ લાગુ કરવા પર વાત કરવામાં આવી
આ રિપોર્ટમાં જોવા મળેલી આવકની અસમાનતાને ઘટાડવા માટે ઓક્સફેમે અબજોપતિઓ અને કરોડપતિઓ પર વેલ્થ ટેક્સ લાગુ કરવા વિષે પણ વાત કરી હતી. એક અંદાજ મુજબ કોર્પોરેટ ક્ષેત્રની ટોચની 148 કંપનીઓએ 1.8 ટ્રિલિયન ડૉલરનો નફો કમાવ્યો, જે 3 વર્ષની સરેરાશ કરતાં 52 ટકા વધુ છે. ઉપરાંત વિશ્વની 1,600 જેટલી સૌથી મોટી કંપનીઓમાંથી માત્ર 0.4 ટકા ખાનગી ક્ષેત્રોએ શ્રમિકોને તેમના કામ પ્રમાણે વેતન અને અન્ય સુવિધાઓ આપી હોવાની પણ વાત સામે આવી છે.
80 કરોડ શ્રમિકોના વેતનમાં ઘટાડો
કેટલાક લોકોના ઓછા પગાર અથવા પગારમાં કાપને કારણે શ્રમિકો ખોરાક અને આજીવિકાની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આખા વિશ્વમાં લગભગ 80 કરોડ શ્રમિકોના વેતનમાં ઘટાડો થયો છે. ઉપરાંત આ જ રિપોર્ટની બીજી બાજુ પર નજર કરવામાં આવે તો ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, એલવીએમએચ ચીફ બર્નાર્ડ આર્નોલ્ટ, એમેઝોનના જેફ બેઝોસ, ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન અને રોકાણકાર વોરેન બફેટ સહિત ઘણા ધનિક લોકોની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. વિશ્વના 5 સૌથી ધનિક લોકોએ છેલ્લા 4 વર્ષમાં દર કલાકે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
ADVERTISEMENT