નવી દિલ્હી : ખાલિસ્તાની પન્નૂએ કહ્યું કે, ઇઝરાયેલ પર આજે ફિલિસ્તીનનો હુમલો થઇ રહ્યો છે. પીએમ મોદીને આ હુમલામાં શીખ લેવાની જરૂર છે. તેણે કહ્યું કે, ઇઝરાયેલની જેમ ભારતે પંજાબ પર નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું છે.
ADVERTISEMENT
ખાલિસ્તાની આતંકવાદીએ ધમકી ઉચ્ચારી
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુએ ભારતને ફરીથી ધમકી આપી છે. ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકાવતા પન્નુએ કહ્યું કે, તેઓ ભારત પર તે જ પ્રકારે હુમલો કરશે જેવું હમાસે ઇઝરાયેલ માટે કર્યું છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ અને સીએમ માનને પન્નુએ ઇઝરાયેલમાં હમાસના હુમલાથી શીખ લેવા માટે કહ્યું છે. ખાલિસ્તાની આતંકવાદીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ ધમકી ઉચ્ચારી છે. તે 40 સેકન્ડનો વીડિયો છે જેમાં પન્નુ ભારતની વિરુદ્ધ ઝેર ઓકતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, અમે પંજાબને ભારતનો હિસ્સો નથી માનતા અને તેને આઝાદ કરાવીને જ રહીશું.
પન્નુએ કહ્યું કે ફિલિસ્તીન જેવો હુમલો ભારત પર પણ થઇ શકે
ગુરપતવંતસિંહ પન્નૂએ કહ્યું કે, ઇઝરાયેલ પર આજે ફિલિસ્તીનનો હુમલો થઇ રહ્યો છે. પીએમ મોદીને આ હુમલાથી સીખ લેવાની જરૂર છે. તેણે કહ્યું કે, ઇઝરાયેલની જેમ જ ભારતે પંજાબ પર નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું છે. જો ઇન્ડિયા હિંસા કરશે તો અમે પણ હિંસા શરૂ કરીશું. પન્નુ આ વીડિયોમાં કહે છે કે, પંજાબ પર પોતાનું અતિક્રમ યથાવત્ત રાખ્યું તો નિશ્ચિત રીતે પ્રતિક્રિયા થશે. તેના માટે પીએમ મોદી અને ભારત સરકારની જવાબદારી હશે.
અમે પહેલા શાંતિથી ઉકેલ લાવવાની ઇચ્છા ધરાવીએ છીએ
તેણે કહ્યું કે, સીખ ફોર જસ્ટિસ વોટિંગમાં વિશ્વાસ ધરાવે છે. તમે પણ મત પર ભરોસા રાખો. પંજાબના અલગ થવાનો દિવસ નજીક આવી ગયો છે. વોટિંગ ઇચ્છો છો કે તમને ગોળી જોઇએ છે?
પંજાબની હિંસા ભારતને ભારે પડી શકે છે
ખાલિસ્તાની પન્નુએ કહ્યું કે, જો પંજાબમાં રહેનારા લોકો ફિલિસ્તીનની જેમ હિંસા શરૂ કરી દે તો સ્થિતિ વિધ્વંસક થઇ જશે. તેણે કહ્યું કે, પંજાબને ભારત આઝાદ કરી દો. જો એવું નહી કરવામાં આવે તો તેને પણ ઇઝરાયેલની જેમ જ ભયંકર સ્થિતિનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પન્નુએ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી. જે અંગે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ તઇ હતી. જેમાં તેણે દાવો કર્યો કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહી પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરે શરૂ થશે. મેચના દિવસે સ્ટેડિયમમાં ખાલિસ્તાનનો ઝંડો જોવા મળશે. તેણે કહ્યું કે, હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવાશે.
ADVERTISEMENT