નવી દિલ્હી : ઇઝરાયેલી સૈનિકોએ નારાજગી વ્યક્ત કરતા કડક અંદાજમાં પુછ્યું કે યાયાર હજી સુધી અમેરિકામાં કેમ રહે છે. તેઓ તેમની સાથે જંગ કેમ નથી લડી રહ્યા. અમે હમાસની વિરુદ્ધ લડવા માટે હજી સુધી ઇઝરાયેલ કેમ નથી આવ્યા.
ADVERTISEMENT
ઇઝરાયેલ-હમાસ વચ્ચે 19 દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ
ઇઝરાયેલ-હમાસ ગત્ત 19 દિવસથી યુદ્ધ લડી રહ્યા છે. ગાઝામાં થયેલા હુમલા બાદ ઇઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે, અમે હમાસને ખતમ કરીશું. યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે આશરે 360000 રિઝર્વ સૈનિકો બોલાવી લીધા છે. બીજી તરફ ઇઝરાયેલી સૈનિકોએ પીએમ નેતન્યાહૂ પર તેમના 32 વર્ષના પુત્ર યાયર અંગે પણ નિશાન સાધ્યું છે. સૈનિકોનું કહેવું છે કે, ઇઝરાયેલી સૈનિક 36 લાખ અનામત સૈનિકોને હમાસની વિરુદ્ધ લડવા માટે બોલાવી લીધા છે. જેથી વિદેશમાં રહેતા લોકો પરત આવ્યા છે, જો કે પોતે પીએમ નેતન્યાહુનો પુત્ર ક્યાં છે.
નેતન્યાહુનો પુત્ર યાયર હજી પણ અમેરિકામાં રહી રહ્યો છે
ઇઝરાયલી સૈનિકોએ નારાજગી વ્યક્ત કરતા કડક અંદાજમાં પુછ્યું કે, યાયર હજી સુધી અમેરિકામાં જ કેમ રહી રહ્યો છે. ત્યાં તેમની સાથે યુદ્ધ કેમ નથી લડી રહ્યા. તેઓ હમાસની વિરુદ્ધ લડવા માટે હજી સુધી ઇઝરાયેલ કેમ નથી આવ્યા. રિપોર્ટ્સ અનુસાર યાયર આ વર્ષની શરૂઆતમાં ફ્લોરિડા જતા રહ્યા હતા. 32 વર્ષીય યાયરની સમુદ્રના કિનારાની એક ફોટો વાયરલ થઇ રહી છે, તેમાં અનેક લોકો દાવા કરી રહ્યા છે કે તેઓ મિયામીમાં મોજ કરી રહ્યો છે, જ્યારે તેના દેશના લોકો હમાસની વિરુદ્ધ લડાઇમાં જોડાવા માટે ઘર પરત ફરી રહ્યા છે.
હું મારો પરિવાર છોડીને ફ્રંટલાઇન પર તહેનાત
મીડિયા રિપોર્ટ અનુસાર એક ઇઝરાયેલી સૈનિકે કહ્યું કે, હું તે દેશમાં પરત આવી ચુક્યો છું જ્યાં મારી નોકરી છે. જીવન છે, મારો પરિવાર છે. આ સંકટની ઘડીમાં મારી પાસે ત્યાં રહેવાનો કોઇ અર્થ નહોતો. હું પોતાના દેશના લોકોને આ હાલમાં છોડી શકું તેમ નથી. જો કે હું પુછુ છું કે વડાપ્રધાન નેતન્યાહૂનો પુત્ર ક્યાં છે. તેઓ ઇઝરાયેલમાં કેમ નથી?
અમે ફ્રંટ લાઇનમાં ઉભા અને યાયરની કોઇ માહિતી નથી
ઇઝરાયેલના ઉત્તરી મોર્ચે પર સેવારત એક સૈનિકે જણાવ્યું કે, યાયર મિયામી બીચ પર પોતાના જીવનનો આનંદ લઇ રહ્યા છે, જ્યારે હું ફ્રંટલાઇનમાં ઉભો છું. તેમણે કહ્યું કે, આ અમે જ છીએ જે પોતાના પરિવાર અને દેશની રક્ષા માટે પોતાનું કામ, પોતાનો પરિવાર, પોતાના બાળકો છોડી રહ્યા છીએ, ન કે તે લોકો જે આ સ્થિતિ માટે જવાબદાર છે. ઇઝરાયેલી સૈનિકે કહ્યું કે, અમારા ભાઇ, અમારા પિતા, પુત્ર તમામ ફ્રંટ લાઇનમાં છે, પરંતુ યાયર હજી પણ અહીં નથી. તેઓ દેશના નેતૃત્વમાં વિશ્વાસ બનાવવામાં મદદ નથી કરતો. ગાઝા બોર્ડર પર તહેનાત સૈનિકે કહ્યું કે, આ અમારા હાલના ઇતિહાસમાં ઇઝરાયેલ માટે એકત્ર થવાનો સમય છે. વડાપ્રધાનના પુત્ર સહિત અમારામાથી દરેકને અહીં હોવું જોઇએ.
શું છે ઇઝરાયેલમાં સૈન્ય સેવાનો નિયમ?
હાઇસ્કુલમાં થિએટરનો અભ્યાસ કરનારા યાયરે અનિવાર્ય સૈન્ય સેવાની તરફ એક ફાઇટર પ્લેન સૈનિકના બદલે IDF ના પ્રવક્તા એકમમાં કામ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલમાં તમામ યુવાનો માટે ફરજિયાત રીતે અનિવાર્ય રીતે નિયમ છે કે જ્યારે તેઓ 18 વર્ષના થઇ જાય તો તેને સેનામાં સેવાઓ આપતી હોય છે. પુરુષોને 32 મહિના અને મહિલાઓને 24 મહિનાની સૈન્ય સેવા કરવાની હોય છે.
ત્યાર બાદ તેમાંથી મોટા ભાગના લોકો રાષ્ટ્રીય ઇમરજન્સીની સ્થિતિમાં 40 વર્ષની ઉંમર સુધી રિઝર્વ યૂનિટ્સમાં બોલાવાઇ શકે છે અને તેઓ યુદ્ધના સમયે નિયમિત સૈનિકોની સાથે લડે છે. રિઝર્વ સૈનિકોનો ઉપયોગ બિન લડાકુ ભુમિકાઓમાં પણ કરવામાં આવે છે, જેનો અર્થ છે કે યાયરના ફ્રંટલાઇન અનુભવની ઉણપ હોવા છતા તેને છુટ નહી મળે.
ADVERTISEMENT