અમદાવાદ : ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 4 ટેસ્ટની સીરીઝ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો નવો મોબાઇલ ખોવાઇ ગયો છે. તે પણ અનબોક્સિંગ થાય તે પહેલા, તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને પુછ્યું કે, કોઇએ મારો નવો ફોન જોયો છે શું? આ અંગે ફેંસે અનેક ખુબ જ મોજીલા રિપ્લાય પણ આવ્યા હતા.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ મંગળવારે સવારે 10.30 વાગ્યે એક ટ્વીટ કર્યું. જેમાં લખ્યું હતું કે, નવા ફોન ખોવાઇ જવાનું દર્દ જ કંઇ અલગ છે. તે પણ ત્યારે જ્યારે તમે તેને અનબોક્સ પણ ન કર્યો હોય. શું કોઇએ જોયો છે ? વિરાટે આ ટ્વીટ કરતાની સાથે જ ફૂડ ડિલીવરી એપ જોમેટોથી માંડીને ફેન્સ દ્વારા મોજીલા રિપ્લાય આવવાના શરૂ થઇ ગયા હતા. વિરાટના ટ્વીટ પર ફુડ ડિલિવીર એપ જોમેટોએ રિપ્લાઇ આપતા કહ્યું કે, જો તમને સારુ લાગે તો ભાભી (અનુષ્કા શર્મા) ના ફોનમાંથી આઇસ્ક્રીમ ઓર્ડર કરી દો. જ્યારે એક ફેને રિપ્લાય આપતા કહ્યું કે, ખુબ જ સારુ છે. હવે તમારી 75 મી ઇન્ટરનેશનલ સેંચુરી જોવી છે.
કોહલીના આ ટ્વીટ પર ફોન કંપની નથિંગે ટ્વીટ કરીને કહ્યું કે, અમને મેસેજ કરો, અમારી પાસે તમારા માટે એક નવો ફોન છે. અનેક યુઝર્સ કહી રહ્યા છે કે, આ ટ્વીટ કોહલીએ નવી જાહેરાત માટે કર્યો છે. આ કોઇ મોબાઇલ કંપની સાથે ટાઇઅપના કારણે આવું કર્યું છે.
કોહલી અગાઉ પણ આવું કરી ચુક્યા છે. પ્યુમા માટે બ્રાન્ડિંગ દરમિયાન એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો હતો. જેમાં વિરાટે લખ્યું હતું કે, મારુ ડુપ્લિકેટ પ્યૂમા કંપનીના બુટ વેચી રહ્યો છે. યુઝર્સ આ પ્રકારના ફ્રોડથી બચે. ત્યાર બાદ માહિતી મળી કે આ પોસ્ટ પણ પ્યૂમા ઇન્ડિયાની જાહેરાતનો જ હિસ્સો હતી.
ADVERTISEMENT