Viral Video News: લગ્ન પ્રસંગોમાં ઘણીવાર લડાઈ ઝઘડા થતાં હોવાના સમાચાર સામે આવતા રહે છે. લગ્ન પ્રસંગમાં જમવાને લઈને પણ અગાઉ ઘણીવાર વિવાદ સર્જાઈ ચૂક્યા છે. આ વખતે પણ લગ્નમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો. આ વખતે તો લગ્નમાં પનીરને લઈને બબાલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે લગ્ન પ્રસંગમાં મટર પનીરના શાકમાં પનીર ન હોવાથી મહેમાનો લાલઘુમ થઈ ગયા. મામલો એટલો વધી ગયો કે વર અને કન્યા પક્ષના લોકો સામ સામે આવી ગયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
શાકમાં પનીર ન હોવાથી મહેમાનો લાલઘુમ
એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ @gharkekalesh પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક લગ્ન પ્રસંદ દરમિયાન કેટલાક લોકોને એકબીજા પર ખુરશીઓ ફેંકતા જોઈ શકાય છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નના જમણવારમાં મટર પનીરના શાકમાં પનીર ન હોવાથી મહેમાનો ગુસ્સે થઈ ગયા અને મારામારી પર ઉતરી આવ્યા.
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
વીડિયો ક્લિપમાં લોકોને એકબીજા પર ખુરશીઓ ફેંકતા જોઈ શકાય છે, જેના કારણે લગ્ન પ્રસંગમાં ભારે ભાગદોડ મચી જાય છે. વીડિયોના કેપ્શન અનુસાર, વર અને કન્યા પક્ષના મહેમાનોની વચ્ચે વિવાદ, જમણવાર દરમિયાન પિસરવામાં આવેલા ‘મટર પનીર’માં પનીરના ટુકડા ન હોવાને કારણે સર્જાયો વિવાદ. પનીરના કારણે આટલો ગુસ્સો આવી શકે છે તેવો કોઈએ અંદાજો પણ નહીં લગાવ્યો હોય. જોકે, Gujarat Tak વીડિયોની સાથે કરવામાં આવેલો દાવો સાચો હોવાની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT