પ.બંગાળના હુગલીમાં હિંસા ફાટી નિકળી, સરઘસ દરમિયાન બે જુથો વચ્ચે અથડામણ સર્જાઇ

કોલકાતા : પશ્ચિમ બંગાળના હાવડા બાદ હવે હુગલીમાં હિંસક ઘટના સામે આવી છે. અહીં રામનવમી નિમિત્તે શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંસક અથડામણ…

gujarattak
follow google news

કોલકાતા : પશ્ચિમ બંગાળના હાવડા બાદ હવે હુગલીમાં હિંસક ઘટના સામે આવી છે. અહીં રામનવમી નિમિત્તે શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ પણ શોભા યાત્રામાં સામેલ થયા હતા. જોકે, હિંસા પહેલા ઘોષ ત્યાંથી ચાલ્યા ગયા હતા. પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ફરી એકવાર હિંસક અથડામણની ઘટના સામે આવી છે. હુગલીમાં રામ નવમી પર નિકળેલા શોભાયાત્રા પર પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે.

હુગલીમાં હિન્દુઓએ શોભાયાત્રા કાઢી હતી
મળતી માહિતી અનુસાર છે કે, હુગલીના રિસરામાં હિન્દુ સંગઠનો શોભાયાત્રા કાઢી રહ્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ પણ આ શોભાયાત્રામાં સામેલ થયા હતા. દિલીપ ઘોષની વિદાય બાદ અચાનક જ બંને સંપ્રદાયો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. હિંસા દરમિયાન બદમાશોએ આગચંપી કરવાની ઘટનાને પણ અંજામ આપ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદનનગર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર અમિત જબલગીરને વધારાના પોલીસ દળ સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે.

હુમલામાં ધારાસભ્ય બિમન ઘોષ ઘાયલ થયા છે
ભાજપનો દાવો છે કે, હુમલામાં ધારાસભ્ય બિમન ઘોષ ઘાયલ થયા છે.પથ્થરમારો દરમિયાન અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે શોભા યાત્રા રિશ્રાના સંધ્યા બજાર વિસ્તારને પાર કરી રહી હતી. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં લઘુમતીઓનું વર્ચસ્વ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારની હાવડા મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે,જો તેઓ જશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ દિલીપ ઘોષે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડામાં હિંસા પછી પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોની તોડફોડ કરવામાં આવી રહી છે. દિલીપ ઘોષ રાત્રે 8.30 કલાકે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ભાજપના પ્રવક્તાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
ટીએમસીએ ભાજપના જવાબદાર ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, હુગલીમાં જે થયું તે હાવડા જેવું જ છે. ભાજપ પૂર્વ આયોજિત રીતે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે વધુ વિગતો શોધી રહ્યા છીએ. ભાજપ નેતા સુકાંત અને દિલીપ ઘોષ વચ્ચે હરીફાઈ છે કે કોણ વધુ તોફાનો ભડકાવી શકે છે. હાવડામાં પણ હિંસા થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીની શોભાયાત્રા બાદ સતત બે દિવસની અશાંતિ બાદ શિબપુર વિસ્તારમાં સ્થિતિ વણસી હતી. કેટલાક કલાકો સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

વિહિપ અને બજરંગ દળ દ્વારા કાજીપારા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કર્યું
વિશ્વ હિંદુ પરિષદ અને બંજર્ગ દળ દ્વારા હાવડા જિલ્લાના કાજીપારા વિસ્તારમાં રામ નવમી પર્વ દરમિયાન શોભાયાત્રા કાઢી હતી. આ હિંસા દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પથ્થરમારો પણ થયો હતો. સરઘસમાં મહિલાઓ પણ સામેલ હતી.હાવડાની ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની આંખ અને કાન ખુલ્લા છે. હું બધું જોઈ શકું છું. મેં પહેલેથી જ ચેતવણી આપી હતી કે, મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સરઘસ ન નીકળે, તેઓએ સાવચેત રહેવું જોઈતું હતું. મેં કહ્યું હતું કે જો રામ નવમી પર રેલી કાઢવામાં આવે તો હિંસા થઈ શકે છે. તેણે કહ્યું હતું કે, ‘મેં સાંભળ્યું છે કે હાવડામાં રમખાણ થયા છે.’ તેમણે કહ્યું હતું કે હિંસાના સંબંધમાં 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું કે કેટલાક અધિકારીઓ તરફથી ઢીલાશ છે. અથડામણમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp