કર્ણાટકઃ ગુજરાતના મોરબીમાં જ્યાં મચ્છુ નદી પર રવિવારે સાંજે પુલ તૂટી પડવાની ઘટના બની જેમાં મોતનો માતમ એવો હતો કે સમગ્ર ગુજરાત સહિત દેશ હચમચી ગયો. આ પુલ પર બેદરકારીનો ભોગ 135 લોકોના જીવ સાથે લેવાયો હતો. જ્યારે 170થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ ઘટના તાજી છે ત્યાં કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સાંકળા એવા સસ્પેંશન બ્રિજ પર કાર લઈને ધસી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં ચાલતા યાત્રિકો અને ટુ વ્હીલર વાહન ચાલકોની અવર જવર માટે એક સાંકળો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બાઈકને જતા જોયું તો લાગ્યું કાર નીકળી જશે
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેના પર એક શખ્સ કાર લઈને ઘૂસી ગયો. તેને જોઈને સ્થાનીક લોકોએ અધિકારીઓને જાણકારી આપી અને સાથે જ કાર ડ્રાઈવરને કાર પાછી લઈ જવાની ચેતાવણી આપી હતી. કહેવાઈ રહ્યું છે કે કાર ચલાવવા વાળાને અહીંની જાણકારી ન હતી. તેણે બાઈકને પુલ પરથી જતું જોયું તો વિચાર્યું કે આ પુલથી કાર પણ નીકળી જશે. જોકે પુલ સાંકળો હોવાના કારણે આગળ જઈને કાર તેમાં ફસાઈ ગઈ. કહેવાઈ રહ્યું છે કે કારનો ડ્રાઈવર અહીંનો સ્થાનીક ન હતો. તેને આ અંગે જાણકારી ન હતી કે પુલ પરથી કાર નથી પસાર કરી શકાતી. તેવા જ પ્રકારની ઘટનાઓને કારણે દુર્ઘટનાઓ બની જતી હોય છે.
ગુજરાતની ઘટનનાએ સહુને હચમચાવી દીધા
ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પુલ પર 400થી વધુ લોકો હાજર હતા. તે પુલને હલાવી રહ્યા હતા. તે કારણે પુલને પકડી રાખનારા તાર તૂટી ગયા અને જોતજોતામાં માતમ છવાઈ ગયો. રેસ્ક્યૂમાં 177 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. દુર્ઘટનામાં રાજકોટથી ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 પરિજનોનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં 9 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, અન્ય એક મેનેજર નવીન દવે, ટિકિટ ક્લાર્ક મનસુખ ટોપિયા, ટિકિટ ક્લાર્ક મદન સોલંકી, બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમાર અને અન્ય એક કોન્ટ્રાક્ટર દેવાંગ પરમાર શામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિક્યૂરિટી ગાર્ડ્સની પણ પોલીસે ધરપકડ કરી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ADVERTISEMENT