ઉદયપુર : વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ નાથદ્વારામાં 5500 કરોડથી વધારેના વિકા પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કાર્યક્રમમાં હાજર રહ્યાહ તા. દરમિયાન રાજ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર હતા. જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ અશોક ગહલોતને પોતાના મિત્ર ઉલ્લેખીત કરતા રાજસ્થાનનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું. બીજી તરફ અશોક ગહલોતે પણ કહ્યું કે, અમારી વચ્ચે કોઇ દુશ્મની નથી પરંતુ અમારી વચ્ચે વિચારધારાની લડાઇ છે. જો કે ERCP પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવતા ગહલોતે કહ્યું કે, અમારી વચ્ચે કોઇ જ દુશ્મની નથી. માત્ર વિચારધારાની લડાઇ છે.
ADVERTISEMENT
રાજસ્થાનના 13 જિલ્લામાં પીવાના પાણીની કટોકટીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જો પાણીની સમસ્યા પહેલા જ ઉકેલાઇ ગઇ હોત તો જલ જીવન મિશનની વધારે જરૂર ન પડી હોત. ભારત સરકાર રાજ્યના વિકાસથી માંડીને દેશના વિકાસના મંત્રમાં માને છે. રાજસ્થાન દેશના સૌથી મોટા રાજ્યોમાંનું એક છે. રાજસ્થાન ભારતની બહાદુરી, ભારતની ધોરહર, ભારતની સંસ્કૃતિનું વાહક છે. રાજસ્થાનને જેટલો વિકાસ થશે તેટલી જ ભારતનો વિકાસ ઝડપી બનશે. પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે અભૂતપૂર્વ રોકાણ જોવા મળી રહ્યું છે. હાઇવે હોય કે, પોર્ટ કે પછી એરપોર્ટ ભારત સરકાર દરેક ક્ષેત્રમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, નવી યોજનાઓ દેશને આર્થિક ગતિ આપે છે. આપણા દેશમાં કેટલાક લોકો આવી વિચારધારાના શિકાર બન્યા છે. તેઓ નકારાત્મક છે. આ લોકો દેશનું કંઇ પણ ભલુ નથી જોઇ શકતા .તેઓ માત્ર વિવાદ જ પેદા કરવા માંગે છે. જો કે દેશના વિકાસ માટે મુળભુત સિસ્ટમ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે. તેઓ દરેક વસ્તુને ત્રાજવે તોળતા હોય છે. મે આઝાદીના આ કમર કાળમાં શ્રીનાજથી પાસેથી ભારતના વિકાસ કાર્યો માટે પ્રાર્થના કરી છે.
ADVERTISEMENT