એક જ પરિવારના 4 લોકોની આત્મહત્યા, સામુહિક આપઘાતથી વાત સાંભળી થથરી જશો

Varanasi Mass Suicide: વારાણસીના કૈલાશ ભવનના ત્રીજા માળે આ ઘટના બની હતી. જ્યાં એક મહિલા અને ત્રણ પુરૂષોએ ગળેફાંસો ખાઇને એક સાથે આપઘાત કરી લીધો…

Mass Sucide case

Mass Sucide case

follow google news

Varanasi Mass Suicide: વારાણસીના કૈલાશ ભવનના ત્રીજા માળે આ ઘટના બની હતી. જ્યાં એક મહિલા અને ત્રણ પુરૂષોએ ગળેફાંસો ખાઇને એક સાથે આપઘાત કરી લીધો હતો. આ દુર્ઘટનાથી સમગ્ર શહેરમાં સનસની મચી ગઇ છે. મરનારા તમામ લોકો એક જ પરિવારના સભ્ય હોવાનું સામે આવ્યું છે.

વારાણસીમાં એક જ પરિવારના ચાર લોકોનો આપઘાત

ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. આ મામલો ગુરૂવારે મોડી સાંજે સામે આવ્યો છે. મૃતકોમાં એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. આત્મહત્યાનું કારણ શું છે? તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસ ઘટના સ્થળ પર જઇને તપાસ કરી રહી છે.

વારાણસીના કૈલાશ નગરમાં બની ઘટના

મળતી માહિતી અનુસાર વારાણસીના કૈલાશ ભવનના ત્રીજા માળે આ ઘટના બી હતી. જ્યાં એક મહિલા અને ત્રણ પુરૂષોએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસની મચી ગઇ છે. મરનારા તમામ લોકો એક જ પરિવારનાં સભ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસ FSL ની મદદથી તપાસ કરી રહી છે

પ્રાથમિક તપાસ અનુસાર મૃતક તમામ લોકો આંધ્રપ્રદેશના છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. હવે સમગ્ર ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કૈલાશ ભવનમાં પણ પુછપરછ કરી રહી છે. પોલીસ ઘટના સ્થળ પર ફોરેન્સીકની ટીમને પણ બોલાવી છે. તમામ મૃતદેહોના ફાંસીના ફંદાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ પણ અવઢવમાં છે.

    follow whatsapp