અરરર..વંદે ભારત ટ્રેનના ફૂડ પેકેટમાંથી ફરી નીકળ્યો વંદો, મુસાફરો ભડક્યા

Vande Bharat Trending Video: ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેન, જે દેશની સૌથી પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે, જે હાલમાં એક વિવાદમાં ફસાઈ ગઈ છે. ટ્રેનમાં આપવામાં આવતા ભોજનમાં ફરી એકવાર વંદો નીકળ્યો છે.

Vande Bharat

દાળમાંથી ફરી વંદો નીકળ્યો

follow google news

Vande Bharat Trending Video: ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેન, જે દેશની સૌથી પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે, જે હાલમાં એક વિવાદમાં ફસાઈ ગઈ છે. ટ્રેનમાં આપવામાં આવતા ભોજનમાં ફરી એકવાર વંદો નીકળ્યો છે, જે બાદ ટ્રેનની સાફ-સફાઈ અને મુસાફરોના સ્વાસ્થ્ય સામે સવાલો ઉઠી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરોને પીરસવામાં આવેલા  ભોજનમાં વંદો નીકળવાની ઘટના વાયરલ થઈ રહી છે. 

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં આ મામલો શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનો છે. જ્યાં એક પરિવારે વંદે ભારત એક્સપ્રેસનો આ અનુભવ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર શેર કર્યો છે. પરિવારના એક સભ્ય રિક્કી જેસવાનીએ એક્સ પર લખતા દાવો કર્યો કે વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલી દાળમાં 'મરેલો વંદો' નીકળ્યો. તેમની આ પોસ્ટ જોત જોતામાં વાયરલ થઈ ગઈ. 

રેલવે અધિકારીને કરાઈ ફરિયાદ

આ વચ્ચે એક્સ યુઝર દિવ્યેશ વાનખેડકરે આ ઘટના સાથે સંબંધિત તસવીર અને વીડિયો શેર કર્યા, જેને જેસવાનીએ પણ રીપોસ્ટ કરી. આ તસવીરોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું, જેમાં જેસવાની દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને ખરાબ દાળની તસવીરો પણ સામે છે. આ સાથે જ વીડિયોમાં મુસાફરને રેલવેના અધિકારીને આ અંગે ફરિયાદ કરતા જોઈ શકાય છે. 

IRCTCએ આપ્યો જવાબ 

આ મામલે IRCTCએ વાનખેડકરની એક્સ પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે સર્વિસ પ્રોવાઈડરને દંડ ફટકારવામાં આવ્યો છે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.

અગાઉ પણ નીકળ્યો હતો વંદો

આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનની ક્વોલિટી સામે સવાલો ઉભા થયા હોય, આ પહેલા પણ થોડા દિવસ અગાઉ વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી વંદો નીકળ્યો હતો. 


 

    follow whatsapp