વંદે ભારતમાં ફરી પરોસવામાં આવ્યું ખરાબ ક્વોલિટીનું ફૂડ, પેસેન્જરને આપેલા Amul યોગર્ટમાંથી નીકળી ફૂગ

Indian Railways Food: ભારતીય રેલ્વે પોતાને ગમે તેટલી હાઇટેક અને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવે. પરંતુ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજને તેને હંમેશા બદનામ કરી છે. દર બીજા દિવસે ક્યાંકને ક્યાંકથી 'ખોરાક' વિશે સમાચાર આવે છે અને તે સ્પષ્ટ થઈ જાય છે કે ભોજનની બાબતમાં રેલવેની કથની અને કરનીમાં ઘણો તફાવત છે.

વંદે ભારત ટ્રેન ભોજન

વંદે ભારત ટ્રેન ભોજન

follow google news

Indian Railways Food: ભારતીય રેલ્વે પોતાને ગમે તેટલી હાઇટેક અને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવે. પરંતુ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજને તેને હંમેશા બદનામ કરી છે. દર બીજા દિવસે ક્યાંકને ક્યાંકથી 'ખોરાક' વિશે સમાચાર આવે છે અને તે સ્પષ્ટ થઈ જાય છે કે ભોજનની બાબતમાં રેલવેની કથની અને કરનીમાં ઘણો તફાવત છે.

ટ્રેનમાં અપાયેલા ફૂડની ક્વોલિટી ખરાબ

રેલ્વેમાં પીરસવામાં આવતું ભોજન અને તેની ગુણવત્તા ફરી એકવાર મુદ્દો બની ગઈ છે. વંદે ભારત એક્સપ્રેસમાં દેહરાદૂનથી દિલ્હીના આનંદ વિહાર જતી એક વ્યક્તિ ત્યારે ચોંકી ઉઠી જ્યારે તેણે જોયું કે તેને ટ્રેનમાં પીરસવામાં આવેલ યોગર્ટ ફૂગથી સંક્રમિત છે.

આ પણ વાંચો: રાધિકા મર્ચન્ટના પિતા આ બિઝનેસ કરે છે, જાણો Mukesh Ambani ના ત્રણેય વેવાઈમાંથી સૌથી અમીર કોણ?

એક્સ યુઝર હર્ષદ ટોપકરે રેલ્વે મંત્રાલય, ઉત્તરીય રેલ્વે અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના અધિકૃત એકાઉન્ટને ટેગ કરીને તેની ફરિયાદ પોસ્ટ કરી છે. 5 માર્ચે હર્ષદની ફરિયાદ બાદ તરત જ ભારતીય રેલ્વેએ પણ તેની પોસ્ટની નોંધ લીધી હતી અને તેની ફરિયાદ નોંધી હતી અને તેને જવાબ આપ્યો છે.

યોગર્ટમાંથી નીકળી ફૂગ

હર્ષદે તેની પોસ્ટમાં વંદે ભારતના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરતી વખતે તેને પીરસવામાં આવેલા ભોજનની તસવીરો પણ શેર કરી હતી. તેને આપવામાં આવેલ યોગર્ટ જૂનું અને ફૂગથી સંક્રમિત હોવાનું ચિત્રમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભોજનની તસવીરો શેર કરતા હર્ષદે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આજે હું વંદે ભારત દેહરાદૂનથી આનંદ વિહાર સુધી એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો છું. પીરસવામાં આવતા યોગર્ટમાં લીલા રંગનું પડ છે જે કદાચ ફૂગ છે. વંદે ભારત સેવા પાસેથી આ અપેક્ષિત નથી.

આ પણ વાંચો:'સરકાર પાસેથી કંઈ માગશો નહીં, નક્કી કરો કે સરકાર કોની લાવવી છે', Nana Patekar ની ખેડૂતોને ખાસ અપીલ

મુસાફરોને મદદ કરવા માટેના અધિકૃત એકાઉન્ટ રેલ્વે સેવાઓએ હર્ષદને તેની મુસાફરીની વિગતો શેર કરવા કહ્યું જેથી તેઓ આ બાબતની તપાસ કરી શકે.

રેલવેએ મુસાફરની ડિટેલ માગી

હર્ષદની પોસ્ટે હલચલ મચાવી દીધી હોવાથી, ઉત્તર રેલવેએ પણ પોસ્ટનો જવાબ આપ્યો અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના સત્તાવાર એકાઉન્ટને ટેગ કરીને કહ્યું, 'કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો.'

અગાઉ પણ વંદે ભારતની ફૂડ ક્વોલિટી પર સવાલ ઉઠ્યા

નોંધનીય છે કે તાજેતરના સમયમાં વંદે ભારતના ઘણા મુસાફરોએ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા ખરાબ હોવાની ફરિયાદ કરી છે. જાન્યુઆરીમાં, નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે મુસાફરી દરમિયાન તેને અને અન્ય લોકોને વાસી ભોજન પીરસવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Lok Sabha Elections: આ તારીખે જાહેર થશે લોકસભા ચૂંટણી! સાત તબક્કામાં યોજાશે મતદાન

ફેબ્રુઆરીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને તેણે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. એક મુસાફરને તેના ખોરાકમાં મૃત વંદો જોવા મળ્યો, જેના પછી સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો અને IRCTCએ ટ્વિટર પર માફી પણ પોસ્ટ કરી.
 

    follow whatsapp