બુલંદશહેર : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 4 મંદિરોમાં લગભગ 12 થી વધારે મુર્તિઓને ખંડ કરવામાં આવ્યા બાદથી ગામમાં ભારે તણાવ છે. ગુરૂવારે આ ઘટના ઘટી હતી. ત્યાર બાદ હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. બરાલ ગામના મંદિરોમાં મૂર્તિઓને ખંડીત કરવામાં આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ચુકી છે. શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા માટે બરાલ ગામમાં યુપી પોલીસના 100 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે પીએસીનું પણ એક યૂનિટ ડ્યુટી પર તહેનાત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મુર્તિઓ ખંડીત કરવાની ઘટના બાદથી એસપી સિટી એસ.એન તિવારી અને એડીએમ પ્રશાસન કુમારે વિસ્તારની મુલાકાત લીધી છે. બુલંદશહેરના એસપી સિટી એસ.એન તિવારીએ જણાવ્યું કે, પોલીસની 5 ટીમોને તેની તપાસમાં લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો હાલની ફરિયાદમાં એનએસએ (નેશનલ સિક્યોરિટી એક્ટ) ને પણ જોડવામાં આવી શકે છે. બીજી તરફ ગામમાં નવી મુર્તિઓની સ્થાપના યુપી પોલીસના સંરક્ષણમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બરાલ બુલંદશહેરનું હિન્દુ બહુમથી ધરાવતું ગામ છે.
શિવાલયમાં ન માત્ર 130 વર્ષ જુનુ શિવલિંગ તોડવામાં આવ્યું પરંતુ હનુમાનજીની પ્રતિમાને પણ ખંડીત કરવામાં આવી છે. શનિ મંદિરની મુર્તિઓને પણ આરોપીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. બહારની નાની મુર્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ ગામમાં ખાનગી શાળાની સામે આવેલું દુર્ગામંદિરમાં પણ તોડફોડ કરીને મુર્તિઓને ખંડીત કરવામાં આવી છે. અહીં ભગવાન હનુમાનજીની પ્રતિમાને તોડવામાં આવી છે. સાંઇ બાબાની મુર્તિને પણ મંદિરમાં હથોડા દ્વારા ખંડિત કરવામાં આવી છે.
સ્થાનિક દેવી-દેવતાઓ અને ભગવાન શિવના પરિસરની મુર્તિઓ સહિત અનેક પ્રતિમાઓને તોડવામાં આવી છે. ગામના ગોરખનાથ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કેટલીક મુર્તિઓ તો આસપાસ રહેલા ખેતરમાં ફેંકી દેવામાં આવી છે. સ્થાનિક ગ્રામીણો અને ભાજપ કાર્યકર્તા અને સ્થાનિક નિવાસી નંદકિશોર શર્માએ કહ્યું કે, ભગવાનની મુર્તિઓ તોડવામાં આવી. ખુબ જ ક્રુરતા પુર્વક તોડફોડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઘટના દરમિયાન લોકોને આ અંગેની કોઇ ભનક ન લાગી તેનું કારણ છે કે, શિવાલયમાં પહેલાથીજ બાંધકામ ચાલુ હતું.
જેના કારણે અહીં તોડફોડ અને તેવા અવાજો આવતા જ રહેતા હતા. જેથી લોકોને બાંધકામ ચાલી રહ્યું છે તેવો વ્હેમ રહ્યો અને આ પ્રકારની ઘટના બની. સ્થાનિકોના અનુસાર રાત્રે 10 વાગ્યે તેઓએ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે સમયે બધુ જ યોગ્ય હતું. સવારે જ્યારે પુજારીએ મંદિર ખોલ્યું તો તેમાં તોડફોડ થયેલી હતી. ત્યાર બાદ અમે તમામ મંદિરોની તપાસ કરી હતી. તો તમામ મંદિરોમાં તોડફોડ કરવામાં આવેલી હતી. હાલ તો પોલીસની પાંચ ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. જો NSA લગાવવાની જરૂર લાગશે તો તે પણ લગાવાશે. હાલ તો પોલીસ જોરોશોરોથી તપાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT