વડોદરા: શહેરમાં રામનવમી દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ SIT ની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન હવે પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા છે.વડોદરા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT
વડોદરા શહેરમાં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસ તંત્ર પર પણ ઘેરા પડઘા પડ્યા છે. એક સાથે 3 પીઆઇની બદલીના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળી રહ્યું છે.
જાણો કોની કોની થઈ બદલી
સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
23 આરોપી ઝડપાયા
રામનવીના દિવસે શાભાયાત્રા દરમિયાન પતથમરની ઘટનાને લઈ પોલીસે આ મામલામાં કુલ 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ આરોપીને ગતરોજ કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.જ્યારે આજે 18 આરોપીઓની જામીન અરજી પર કોર્ટે નનૈયો આપતા તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. 18 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
કરવામાં આવી SITની રચના
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રહેશે. આ ટીમમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT