VADODARA: અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલ છે તેમને ચૂંટણીના પરિણામમાં જવાબ મળશે

વડોદરા : શહેરમાં આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. નોંધનીય છે…

gujarattak
follow google news

વડોદરા : શહેરમાં આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે, લાંબો સમય સુધી આપ અંગે કોઇ જ પ્રતિક્રિયા નહી આપવાનું વલણ રાખીને હવે ભાજપ કેજરીવાલ અને ગુજરાત આપ પર ખુબ જ અગ્રેસિવ વળતા પ્રહારો કરી રહી છે. અગાઉ પ્રવક્તા પણ બોલતા નહોતા અને છેક કેન્દ્રીય મંત્રીઓ સીધા પ્રહારો કરી રહ્યા છે. ચૌહાણે જણાવ્યું કે, કેજરીવાલ બીજુ કોઇ નહી પરંતુ અર્બન નક્સલ જ છે. અગાઉ આપના પ્રદેસ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહી ચુક્યાં છે.

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે વ્યુહ બદલ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ આપ દ્વારા અત્યંત તીખા પ્રહારો ભાજપ પર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ભાજપ અસહજ સ્થિતિમાં આવી જતી હોવા છતા પ્રતિક્રિયા આપવાનું ટાળતી હતી. જો કે હવે નાના પ્રવક્તાથી માંડીને કેન્દ્રીય મંત્રીઓ પણ કેજરીવાલ અને આપ ગુજરાત પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. બંન્ને પક્ષો એક બીજા પર શાબ્દિક ટપાટપી અને કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે.

મીડિયા સાથેની ચર્ચામાં લગાવ્યા ગંભીર આક્ષેપ
મીડિયા સાથેની વાતચીતમાં દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નક્સલનું ટોળું છે. મેઘા પાટકર કે જેઓએ નર્મદા વિરોધી આંદોલનો કર્યા હતા. ભોળા આદિવાસીઓને પણ આ અર્બન નક્સલોએ છેતર્યા છે. આદિવાસી વિસ્તારોમાં 35 ટકા લોકો પોતાના 2 વ્હીલર ધરાવે છે અને વ્યવસાય ધરાવે છે. 56 ટકા આદિવાસીઓને તો પાક્કા ઘર પણ છે.

ભોળા આદિવાસીઓને પણ છેતરવાનો પ્રયાસ કર્યો
વિરોધીઓએ નર્મદા પ્રોજેક્ટ અંગે એવી ભ્રમણાઓ ફેલાવી કે આદિવાસી સંસ્કૃતિનો નાશ થશે. આદિવાસીઓ શહેરમાં જવા મજબુર બનશે અને ત્યાં ઝુંપડાઓમાં રહેવું પડશે. જો કે આજે આદિવાસી સુખી થયો છે. આ સુખની પાછળનું કારણે નર્મદા પ્રોજેક્ટ છે. નર્મદા વિશે ગપગોળા ચલાવનારા મેઘા પાટકર આણી મંડળી કેજરીવાલ સહિતના લોકો હવે ગુજરાતના ચરણે આવી રહ્યા છે. પરંતુ લોકો ભોળા છે પણ ગાંડા નથી. આ લોકોને ડિસેમ્બરના અંતે જ્યારે પરિણામ આવશે ત્યારે જવાબ મળી જશે.

(વિથ ઇનપુટ દિગ્વિજય)

    follow whatsapp