ઉત્તરાખંડના રૂડકીમાં દુર્ઘટનાઃ ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થતાં 5 શ્રમિકોના મોત; ત્રણની હાલત ગંભીર

Uttarakhand: ઉત્તરાખંડના રૂડકીમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન…

gujarattak
follow google news

Uttarakhand: ઉત્તરાખંડના રૂડકીમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન અડધા ડઝનથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત નાજુક છે.

શ્રમિકો કાટમાળ નીચે દટાયા

મળતી માહિતી અનુસાર, સવારે ઈંટો પકવવા માટેની ચીમનીમાં ઈંટો ભરતી વખતે દુર્ઘટના ઘટી હતી. શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. કોઈ કંઈ સમજે તે પહેલા જ દિવાલ પાસે ઉભેલા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

JCBની મદદથી હટાવાયા મૃતદેહ

હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એસપી દેહાત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મંગલૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ શ્રમિકો લહાબોલી ગામના હતા, એક શ્રમિક મુઝફ્ફરનગરના અને અન્ય સ્થાનિક ગામના હતા.

મૃતકોના નામ

મુકુલ (ઉં.વ 28), સાબીર (ઉં.વ 20),અંકિત (ઉં.વ 40), બાબુરામ (ઉં.વ 50), જગ્ગી (ઉં.વ 24)

ઈજાગ્રસ્તોના નામ

રવિ(ઉં.વ 25), ઈંતઝાર (ઉં.વ 25), સમીર

 

 

    follow whatsapp