લખનઉ : યોગી સરકારે રાજ્યના ખાનગી અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે લાંબા સમયથી વાહનના ચલણની ચુકવણી ન કરનારા માલિકોને છૂટ આપતા યુપીના ચલણને રદ કરી દીધું છે. યોગી સરકારે રાજ્યના ખાનગી અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે UPમાં વાહન માલિકોના ચલણ રદ કરી દીધા છે. લાંબા સમયથી ચલણ ન ભરનારા માલિકોને રાહત આપી છે. સીએમ યોગીના આ નિર્ણયથી રાજ્યના લાખો વાહન માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રાફિકના અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ વસૂલવામાં આવેલા ડ્રાઇવરો માટે આ સારા સમાચાર છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના તમામ ચલણને માફ કરી દેવામાં આવ્યા છે. તેમજ વિવિધ કોર્ટમાં પેન્ડીંગહોય તેને પણ આ નિયમ લાગુ પડશે. ઉપરાંત આ જાહેરાત તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. 2 જૂન, 2023 થી અમલમાં આવેલ સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંઘે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મેળવવા અને આ ચલણોને પોર્ટલમાંથી કાઢી નાખવા સૂચના આપી છે. યુપી સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે. આ અંગેની સૂચનાઓ સરકાર દ્વારા તમામ વિભાગીય પરિવહન કચેરીઓને મોકલી દેવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટમાં પેન્ડિંગ ચલાનની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલાન પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન થયેલા ચલણને રદ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જૂના પેન્ડિંગ ચલણો રદ કરવામાં આવે. નોંધનીય છે કે નોઈડામાં ખેડૂતો આ રીતે ચલણ રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા.
જેના કારણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોના ચલણ માફ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે આ સમયગાળા પછીના વાહનચાલકોએ ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન ટ્રાફિક ચલણ ભરી શકો છો. તમે યુપી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ માટે માત્ર વાહનનો નંબર જાણવો જોઈએ. ખાસ વાત એ છે કે તમે અહીંથી જ ખોટા ચલણની ફરિયાદ પણ કરી શકો છો. જો કે વાહનનું ચલણ કપાય ત્યારે મોબાઈલ નંબર પર મેસેજ પણ આવે છે.
ADVERTISEMENT