Breaking News: પવન સિંહ બાદ હવે ઉપેન્દ્ર રાવતે ભાજપની ટિકિટ નકારી, કારણ સાંભળી ચોંકી જશો

ઉત્તર પ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ રાવતે પોતાનો દાવો પાછો ખેંચી લીધો છે. હકીકતમાં, ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, ઉપેન્દ્ર સિંહ રાવતને ફરીથી બારાબંકીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

પવન સિંહ બાદ હવે ઉપેન્દ્ર રાવતે ભાજપની ટિકિટ નકારી

BJP's Upendra Singh Rawat

follow google news

BJP MP Upendra Singh Rawat withdrew his candidature: ઉત્તર પ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ રાવતે પોતાનો દાવો પાછો ખેંચી લીધો છે. હકીકતમાં, ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, ઉપેન્દ્ર સિંહ રાવતને ફરીથી બારાબંકીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

વધુ એક ભાજપના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે બાદ રાવતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ સાંસદના પ્રતિનિધિ દિનેશ ચંદ્ર રાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં વીડિયોને નકલી અને એડિટ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

એક કથિત કાંડમાં ફસાયા!

વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે આ મારો વીડિયો નથી. આ એક ફેક વીડિયો છે, જે AI મેથડ પર બનાવવામાં આવ્યો છે. તેમાં મારો ચહેરો મુકવામાં આવ્યો છે. આ તમામ 2022 અને 2023ના વીડિયો છે. મને બદનામ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. આના દ્વારા તેમની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં કેસ દાખલ કર્યો છે.


 

    follow whatsapp