UP Badaun Double Murder: ઉત્તર પ્રદેશના બદાયુમાં એક વ્યક્તિએ ત્રણ બાળકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં બે બાળકોના મોત થયા હતા, જ્યારે ત્રીજો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. એવું સામે આવ્યું છે કે જ્યારે સાજીદ બાળકોને મારવા માટે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે તેમની માતા પાસેથી પૈસા ઉછીના પણ માગ્યા હતા.
ADVERTISEMENT
આ ઘટના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારની બાબા કોલોનીમાં બની હતી. મંડી પોલીસ ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મંગળવારે મોડી સાંજે સાજીદ નામનો વ્યક્તિ તેની દુકાનની સામે આવેલા વિનોદ સિંહના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન તેણે વિનોદની પત્ની પાસે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: 'પાવર નહીં બતાવાનો મુકી દે ફોન', બોપલ પોલીસકર્મીએ યુવતી ભાંડી બેફામ ગાળો, ધમકીની Audio Clip વાયરલ
બાળકોની માતાએ શું કહ્યું?
બાળકોની માતા સંગીતાએ જણાવ્યું હતું કે, "હું મારા ઘરમાં કોસ્મેટિકની દુકાન ચલાવું છું અને તેની ઉપર મારી એક પાર્લરની દુકાન છે. સાંજે સાજીદ ઘરે આવ્યો અને પહેલા ક્લેચર માંગ્યા, જે તેને આપી દીધા અને પછી તેણે 5000 રૂપિયા માંગ્યા. મેં મારા પતિ સાથે વાત કરી 5000 રૂપિયા આપ્યા. ત્યારબાદ તેણે કહ્યું કે, તેની તબિયત સારી નથી અને આટલું કહી તે ઘરના ઉપરના માળે ગયો. ટેરેસ પર બે બાળકો આયુષ અને યુવરાજ હતા. બાળકોની દાદીએ કહ્યું કે, સાજિદે પાણી માટે હનીને બોલાવ્યો. હની પાણી લઈને ઉપર ગયો હતો અને થોડીવાર પછી ચીસોના અવાજો આવવા લાગ્યો અને સાજીદ હાથમાં મોટી છરી લઈને લોહીથી લથપથ નીચે આવી રહ્યો હતો.
બાળકો પર કુહાડીથી હુમલો કર્યો: દાદી
બાળકોની દાદીએ જણાવ્યું કે, મોડી સાંજે હેર કટિંગની દુકાન ચલાવતો એક વ્યક્તિ ઘરમાં ઘુસી ગયો અને ત્રણ બાળકો આયુષ, યુવરાજ અને અહાન ઉર્ફે હની પર કુહાડી વડે હુમલો કર્યો. જેમાં આયુષ (12) અને અહાન (6)નું મોત થયું છે, જ્યારે યુવરાજને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Vadodara: ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા જ BJP ઉમેદવાર અને વર્તમાન MP રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા
આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. તેઓએ આરોપી સાજીદની દુકાનમાં આગ લગાવી હતી અને તેની બાઇકની પણ તોડફોડ કરી હતી. એસએસપી સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લીધી હતી.
બરેલી ઝોનના આઈજીએ શું માહિતી આપી?
બરેલી ઝોનના આઈજી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, બે બાળકોની ઘાતકી હત્યામાં લોહીથી લથબથ આરોપી સાજીદ ઉર્ફે જાવેદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે અમારી ટીમને તેના વિશે ખબર પડી અને તેનો પીછો કર્યો ત્યારે તે શેકુપુરના જંગલમાં જોવા મળ્યો હતો. જ્યારે અમારી એસઓજી અને પોલીસ સ્ટેશન તેનો પીછો કરતા ત્યાં પહોંચ્યા ત્યારે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો અને જવાબી ગોળીબારમાં તે ઘાયલ થયો અને તેનું મોત નીપજ્યું.
આ પણ વાંચો: Petrol Pump Fraud: પેટ્રોલ પંપ પર સાત રૂપિયાની થાય છે ઠગાઇ, થઇ જજો સાવધાન
આ ઘટનામાં એકમાત્ર આરોપી
આઈજીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સાઝિદ જ આરોપી હતો. જ્યારે લોકોએ કહ્યું કે એક વ્યક્તિ લોહીથી લથપથ ભાગી રહ્યો છે, ત્યારે તેનો પીછો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈ લેવડ-દેવડનો મામલો છે કે અન્ય કોઈ દુશ્મનાવટનો છે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે અત્યારે પરિવાર ઉદાસ છે તેથી તેઓ તેની સાથે વધારે વાત નથી કરી રહ્યા.
એન્કાઉન્ટરમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ગોળી વાગી
અધિકારીના જણાવ્યા મુજબ, આરોપી ઘરે ગયો અને પહેલા બાળકોની દાદીને મળ્યો અને પછી બીજા માળે જઈને ત્રણ બાળકો પર હુમલો કર્યો, જેમાં બે બાળકોના મોત થયા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો. તે ખતરાની બહાર છે. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગૌરવ બિશ્નોઈને પણ એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી હતી. તેમની સારવાર પણ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
ADVERTISEMENT