Israel-Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ઇરાન સતત હમાસનું સમર્થન કરી રહ્યું છે. આ ઉપરાંત તે ઇઝરાયેલ વિરોધી લેબનોની આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને પણ સમર્થન મળી રહ્યું છે. આ જ હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયેલ તરફથી બેટિંગ કરવા માટે પહેલા જ અમેરિકા ઉતરી ચુક્યું છે. તેવામાં ઇઝરાયેલને મોટો ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT
ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવ્યું
બિડેન વહીવટી તંત્રએ બુધવારે ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાએ બુધવારે ઇરાન, હોંગકોંગ,ચીન અને વેનેઝુએલામાં રહેલા લોકો અને કંપનીઓ પર ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમો પર પ્રતિબંધ લાદ્યો છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અનુસાર ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઇરાનના સંરક્ષણ મંત્રાલયને મિસાઇલ અને ડ્રોન બનાવવામાં મદદ કરી હતી તેમના પર આ પ્રતિબંધો લાગુ રહેશે.
અમેરિકાએ પ્રતિબંધ માટે કરી કાર્યવાહી
અમેરિકા દ્વારા ઇરાન પર લગાવાયેલા નવા પ્રતિબંધો તેવા સમયે આવી છે જ્યારે 2015 થી ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર યુએનના પ્રતિબંધોની મુદ્દત પુરી થઇ ચુકી છે. ઇરાન પર આ પ્રતિબંધો એવા સમયે લગાવાયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના કારણે મધ્યપૂર્વમાં સતત તણાવમાં વધારો તઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરાને છેલ્લા 8 વર્ષમાં પરમાણુ કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જર્મની, ફ્રાન્સ, યુકે અને યુએસએ જણાવાયું હતું. તેઓ યુએનના પ્રતિબંધો સમાપ્ત થયા હોવા છતા તેમના પોતાના રાષ્ટ્રીય પ્રતિબંધો દ્વારા ઇરાનના મિસાઇ પ્રોગ્રામમાં સમાન અવરોધો લાવશે.
ADVERTISEMENT