નવી દિલ્હી : ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા રાજદુત ગાર્સેટી સાથે પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમની ગિલગિટ બાલ્ટિસ્તાનની ગુપ્ત મુલાકાત અંગે સવાલ પુછાયો હતો. જેના જવાબમાં ગાર્સેટીએ કહ્યું કે, આ જવાબ આપવા માટેનું યોગ્ય મંચ નથી. અમેરિકી રાજદુતો અહીં પહેલા પણ રહી ચુક્યા છે. G20 માં પણ અમારુ પ્રતિનિધિમંડળ કાશ્મીર ગયું હતું.
ADVERTISEMENT
જવાબ માટે યોગ્ય મંચ ન હોવાનો લુલો બચાવ કર્યો
પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમેની (Donald Blome)પીઓકે મુલાકાત અંગે વિવાદ પેદા થઇ ગયો છે. તેઓ ગત્ત અઠવાડીયે ગુપચુપ રીતે પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાન ગયા હતા. જો કે આ મામલે હવે બવાલ મચ્યા બાદ ભારતમાં અમેરિકાના રાજદુત એરિક ગાર્સેટીએ (Eric Garcetti) પ્રતિક્રિયા આપી છે.
બ્લોમ ગુપ્ત રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાતે ગયા
ભારતમાં અમેરિકાના રાજદુત ગાર્સેટીએ કહ્યું કે, અમારા પ્રતિનિધિમંડળે પણ જી20 બેઠકો દરમિયાન કાશ્મીરની મુલાકાત લીધી હતી. બ્લોમના પીઓકે મુલાકાત અલગ હતી. આ બે દેશોનો મામલો છે, જેને દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવવો જોઇએ. ઇંડો અમેરિકન ચેંબર ઓફ કોમર્સની તરફથી આયોજિત એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીતમાં રાજદુત ગાર્સેટી સાથે બ્લોમના ગિલગિટ બાલ્ટિસ્તાનની ગુપ્ત મુલાકાત અંગે સવાલ પુછ્યો હતો. આ અંગે જવાબ આપતા ગાર્સેટીએ કહ્હું કે હાલ અહીં આ મુદ્દે વાત કરવી યોગ્ય નહી કહેવાય. અમેરિકી રાજદુત ત્યાં પહેલા પણ ગયા હતા. જી20 બેઠકો દરમિયાન અમારુ પ્રતિનિધિમંડળ પણ કાશ્મીર ગયું હતું.
ભારત અને પાકિસ્તાન મળીને મુદ્દો ઉકેલે
કાશ્મીર પર અમેરિકાના વલણને દોહરાવતા તેમણે કહ્યું કે, આ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે અને તેને દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવવો જોઇએ. તેને ભારત અને પાકિસ્તાન દ્વારા જ ઉકેલવામાં આવવો જોઇએ અને અમેરિકા સહિત કોઇ ત્રીજા પક્ષને તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઇએ.
ADVERTISEMENT