US-ચીન એરક્રાફ્ટ સામસામે, ચીની સમુદ્રમાં મિસાઇલથી સજ્જ ફાઇટર પ્લેને ડરાવ્યું

નવી દિલ્હી : ચીનના J 11 ફાઇટર જેટે અમેરિકી નેવી પ્લેનની દક્ષિણ-ચીન સમુદ્રની ઉપર જ અટકાવી દીધું હતું. CNN ન્યૂઝના દવાના અનુસાર અમેરિકી જેટ પેરાસેલ…

gujarattak
follow google news

નવી દિલ્હી : ચીનના J 11 ફાઇટર જેટે અમેરિકી નેવી પ્લેનની દક્ષિણ-ચીન સમુદ્રની ઉપર જ અટકાવી દીધું હતું. CNN ન્યૂઝના દવાના અનુસાર અમેરિકી જેટ પેરાસેલ આઇલેન્ડની નજીક 30 માઇલ પર હતું. આ વિવાદીત ટાપુ પર 130 નાના નાના ટાપુઓ આવેલા છે. જેમાં ચીનનો સૈન્ય બેઝ છે તે ટાપુ સૌથી મોટો છે. અમેરિકાનું P-8 પોસાઇડન પેટ્રોલિંગ એરક્રાફ્ટ દક્ષિણ-ચીન સમુદ્ર પર ઉડ્યન કરી રહ્યું હતું, ત્યારે તેની સામે એક ચીની ફાઇટર જેટ દેખાયું હતું.

US એરક્રાફ્ટમાં CNN ના રિપોર્ટરને પણ બેસાડવામાં આવ્યો હતો
US એરક્રાફ્ટમાં બેઠેલા CNN ના રિપોર્ટરે જણાવ્યું કે, તેણે પ્લેનમાં રેડિયો પર ચેતવણીનો સંકેત સાંભળ્યો હતો. ચીની એરફોર્સ ગ્રાઉન્ડ સ્ટેશનથી કહ્યું કે, અમેરિકી એરક્રાફ્ટ ચીની એરસ્પેસ નહી અહીંથી 22 કિલોમીટર દુર છે. જો તમે આગળ આવશો તો પરિણામ માટે તમે પોતે જ જવાબદાર રહેશો. થોડીવાર પછી અને અમુક મિનિટો પછી મિસાઇલથી સજ્જ એક ચાઇનીઝ ફાઇટર જેટ અમેરિકન પ્લેનને અટકાવવા માટે તેની બંદર બાજુથી માત્ર 500 ફુટ અંતરે આવી ગયું હતું.

જેટ દ્વારા ખુબ જ આક્રમક રીતે પ્લેન નજીક લાવી દેવાયું
રિપોર્ટરના અનુસાર જેટ તેમની એટલે નજીક હતું કે તે ચીની પ્લેનના પાયલટને પણ જોઇ શકતો હતો. જો કે ત્યાર બાદ અમેરિકી એરક્રાફ્ટ પાયલોટ લેફ્ટિનન્ટ નિક્કી સ્લોટરે ચીની પાઇલટને જવાબ આપતા જણાવ્યું કે, PLA ફાઇટર જેટ આ અમેરિકન નેવીનું P8A છે. અમે પશ્ચિમ તરફ પાછા ફરી રહ્યા છીએ તમે પણ પાછા જાઓ. અમેરિકાના આ રેડિયો સંદેશ બાદ ચીન તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નહી અને ચીની જેટે 15 મિનિટ સુધી અમેરિકન પ્લેનની સાથે રહ્યું અને અચાનક પરત ફરી ગયું.

    follow whatsapp