US Gun Shooting In Chicago: અમેરિકા ફરી એકવાર ગોળીબારીથી હચમચી ઉઠ્યું છે. અમેરિકાના શિકાગોમાં ફાયરિંગની એક ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ગયા રવિવારે (21 જાન્યુઆરી) અમેરિકાના શિકાગો ઉપનગરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ કુલ 8 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ઇલિનોઇસ રાજ્યના પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે, એક જ વ્યક્તિએ 8 લોકોની હત્યા કરી છે અને હાલમાં તે ફરાર છે.
ADVERTISEMENT
APના અહેવાલ મુજબ, ઇલિનોઇસ રાજ્યમાં શિકાગો નજીક સ્થિત જોલિએટ વિલ કાઉન્ટીની પોલીસે કહ્યું કે, તેઓ હજુ પણ હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, સોમવારે (22 જાન્યુઆરી) સાંજે પત્રકારો સાથે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે હત્યા કરનાર વ્યક્તિ પીડિતોને ઓળખતો હતો. રવિવારે અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી પીડિતોના મૃતદેહ મળી આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરવામાં આવી
અમેરિકામાં હત્યાની માહિતી મળ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરી હતી. તેઓએ શકમંદને સશસ્ત્ર અને ખતરનાક ખૂની જાહેર કર્યો. જોલિએટ પોલીસ વડા વિલિયમ ઇવાન્સે જણાવ્યું હતું કે, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) ટાસ્ક ફોર્સ શંકાસ્પદની શોધમાં સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા લોકોમાંથી એકનો મૃતદેહ રવિવારે વિલ કાઉન્ટીના એક ઘરમાંથી મળી આવ્યો હતો. આ પછી, બાકીના 7 લોકોના મૃતદેહ જોલિયેટ સ્થિત બે મકાનોમાંથી મળી આવ્યા હતા.
સોમવારે સાંજે પીડિતોના ઘરની બહાર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિલિયમ ઇવાન્સે કહ્યું કે, હું 29 વર્ષથી પોલીસમેન છું અને આ કદાચ મારો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ રહ્યો છે.
ફેસબુક પોસ્ટમાં આરોપી વિશે માહિતી
સોમવારે બપોરે એક ફેસબુક પોસ્ટમાં, જોલિએટ પોલીસે કહ્યું કે, તેઓ મૃત મળી આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે શંકાસ્પદ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા અને આરોપીના વાહનની પણ ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ રોમિયો નાન્સ છે. તેની ઉંમર માત્ર 23 વર્ષની છે. તેની પાસે લાલ રંગની ટોયોટા કેમરી કાર પણ હતી, જે તે ચલાવી રહ્યો હતો.
ADVERTISEMENT