રિષભ પંત હજુ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતો રહે છે. આ સાથે ઉર્વશી રૌતેલા પણ ઋષભ પંતને લઈને કંઈકને કંઈ એવી વાત કરતી રહે છે, જેના કારણે તે સતત ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં, જ્યારે ઉર્વશીને ઋષભ પંત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તે સવાલ ટાળીને ભાગી ગઈ હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્વશી રૌતેલા સવાલ ટાળતી જોવા મળે છે.
ADVERTISEMENT
ઋષભ પંત પરના સવાલ પર ઉર્વશી રૌતેલા ભાગી ગઈ
તમને જાણકારી માટે જણાવી દઈએ કે, આ વીડિયો ઈન્સ્ટન્ટ બોલિવૂડ નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ઉર્વશીને સવાલ કરે છે કે તમે ઋષભ પંતની તબિયતને લઈને શુભેચ્છાઓ આપી હતી, શું તમે તેની તબિયત વિશે કંઈક કહેવા ઈચ્છો છો, તેની સાથે કોઈ વાત થઈ છે. આ સાંભળીને ઉર્વશી રૌતેલા થોડી શરમાઈ જાય છે અને ટીઆરપીનું નામ લઈને ભાગવાની કોશિશ કરે છે.
ઉર્વશી રૌતેલાએ આ પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઋષભ પંત વિશે પોસ્ટ કરી છે. જોકે, તેણે આ કામ ક્યારેય સીધું કે નામ લઈને કર્યું નથી. જ્યારે રિષભ પંતને મુંબઈની એક હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન પણ ઉર્વશી રૌતેલાએ તે હોસ્પિટલનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
ઋષભ પંતનો થયો ભયાનક અકસ્માત
નોંધનીય છે કે, ઋષભ પંતનો દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે જતી વખતે હાઈવે પર અકસ્માત થયો હતો. તેની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ, આ સિવાય કારમાં પણ આગ લાગી. આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ તેને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે બાદ તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં ઋષભ પંત સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ આ વખતે તેના માટે આઈપીએલ 2023માં રમવું ઘણું મુશ્કેલ માનવામાં આવે છે.
ADVERTISEMENT